News of Friday, 24th May 2024
સોનામાં વધુ ૮૦૦ રૂ. તૂટયા ૩ દિ'માં ૧૦ ગ્રામે ર૮૦૦ રૂ. નીકળી ગયા
ચાંદીમાં પ૦૦ રૂ. ઘટયાઃ ત્રણ દિ'માં ચાંદીમાં ૩૦૦૦ રૂ.નો કડાકો

રાજકોટ તા. ર૪: સોના-ચાંદીના ભાવે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિ'થી ભાવો તૂટી રહ્યા છે. આજે સોનામાં વધુ ૮૦૦ રૂ. અને ચાંદીમાં પ૦૦ રૂ. તૂટયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં ચાંદીના પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૮૦૦ રૂ. ઘટયા હતા. સોનું સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ) ના ભાવ ગઇકાલે ૭પ,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૭૪,ર૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૮૦૦૦ રૂ. તૂટયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૭,પ૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૭,૪ર,૦૦૦ રૂ.ના સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી. ચાંદીમાં પ૦૦ રૂ. તૂટતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯ર,પ૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૯ર,૦૦૦ રૂ. થયા હતા.
સોનાના ભાવ ૭૭,૦૦૦ રૂ.ની સર્વોચ્ચ સપાટી સર કર્યા બાદ ભાવો તૂટી રહ્યા છે. છેલ્લા ત્રણ દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ર૮૦૦ રૂ.નું ગાબડું પડયું છે. જયારે ચાંદીના ભાવ ૯પ,૦૦૦ રૂ.ની નવી ટોચે પહોંચ્યા બાદ પટકાતા છેલ્લા ત્રણ દિ'માં ૩૦૦૦ રૂ. ઘટી ગયા છે.
(2:46 PM IST)










