<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વીજતંત્રમાં વિક્રમ : ગઇકાલે ૧ દિ'માં આખા ગુજરાતમાં પ૧ કરોડ યુનિટ વીજ વપરાશ થયો : પ૦૦ કરોડની વીજળી વપરાઇ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે ૧ દિ'માં ૧પ૦ કરોડની ૧પ કરોડ વીજ યુનિટનો ઉપયોગ થયો : રાજયમાં સતત ત્રીજી વખત વીજ માંગ ર૪ હજાર મેગાવોટને વટાવી ગઇ : ગઇકાલે વીજમાંગ ર૪૭૦૦ મેગાવોટે પહોચી

રાજકોટ, તા. ર૪ :  કાળઝાળ-ગરમી એ લોકોને અકળાવ્‍યા છે, બજારોમાં ધડાધડ કુલરો-એસી- પંખા વેચાઇ રહ્યા છે, સામે અધધધ કહી શકાય તેવો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, ગુજરાતભરમાં વીજ વપરાશ પણ વધ્‍યો છે.

વીજતંત્રના ટોચના અધિકારી સૂત્રોના કહેવા મુજબ ગઇકાલે માત્ર ૧ દિવસમાં વીજ ગ્રાહકોએ પ૧ કરોડ વીજ યુનિટનો વપરાશ કર્યો હતો., એટલે કે માત્ર ૧ દિવસમાં પ૦૦ કરોડથી વધુ રૂપિયાની વીજળી વાપરી હતી. આજે પણ આજ સ્‍થિતિ છે.

વિગત મુજબ ગરમીથી બચવા માટે લોકો પંખા, એસી. નો આડેઘડ ઉપયોગ કરી રહ્યા હોય ગઇકાલે વીજ માગ ર૪,૭૦૦ મેગાવોટ પહોંચી ગઇ હતી આમ એક દિવસમાં વીજ ગ્રાહકોએ પ૧ કરોડ યુનિટ વીજ વપરાશ કર્યો હતો તેમ વીજ કંપનીના સુત્રોએ જણાવ્‍યું હતું. અઠવાડીયામાં ત્રીજી વખત રાજયની વીજ માંગ ર૪ હજાર મેગાવોટ પહોંચી છે.

દરમિયાન પીજીવીસીએલની વાત કરીએ તો રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે માત્ર ૧ દિવસમાં ૭૧૦૦ મેગાવોટ વીજ વપરાશ થયો હતો, અને માત્ર ૧ દિવસમાં ૧૪૦.પ મીલીયન યુનિટ એટલે કે ગઇકાલે માત્ર ૧ દિવસમાં ૧પ કરોડ યુનિટનાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વપરાશ થયાનું નોંધાયું છે. માત્ર ૧ દિ'માં લોકોએ ૧પ૦ કરોડ રૂપિયાની વીજળી વાપરી હતી.

(2:46 PM IST)