News of Friday, 24th May 2024
CBSE ધો. ૧૧ અને ૧રની નવી પરીક્ષા પધ્ધતિઃ મક્કમ પ્રગતિ સાથે ફાયદા-પડકારો
‘નયા ભારત': એજયુકેશન પેટર્નના લેખાજોખાઃ લાખો વિદ્યાર્થીઓ ઉપર અસર : - કેલ્કયુલેશન એસેસમેન્ટ, પ્રેકટીકલ એકઝામ, પ્રોજેકટ વર્ક, કોમ્પીટન્સી બેઝડ કન્સેપ્ટ, કોમ્યુનિકેશન એન્ડ કેપેસિટી બિલ્ડીંગ એકસરસાઇઝ, ક્રિએટીવિટી, મોનિટરીંગ, ફીડબેક, ટ્રેનિંગ વર્કશોપ વિગેરે બાબતો કેન્દ્રમાં રહેશે - વિદ્યાર્થીઓએ પરંપરાગત શિક્ષણ પધ્ધતિમાંથી બહાર આવવું પડશેઃ શિક્ષકોએ પણ સજજતા કેળવવી પડશેઃ સ્કૂલોએ વ્યાપક પરિવર્તનો કરવા પડશે..

રાજકોટ તા. ર૪ :.. દિવસે - દિવસે શિક્ષણનું મહત્વ અને જરૂરીયાત સતત વધતા જાય છે ત્યારે વર્તમાન અને ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓ તાલ મિલાવી શકે અને જીવનોપયોગી જરૂરી શિક્ષણ મેળવી શકે તેવા શુભ આશય - સંકલ્પ સાથે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) દ્વારા ધોરણ ૧૧ અને ૧ર ની પરીક્ષા પધ્ધતિમાં થોડાંક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉદેશ્ય સાથે પ્રશ્નપત્રના ફોર્મેટ સહિત મૂલ્યાંકન પધ્ધતિમાં પણ હકારાત્મક કહી શકાય તેવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની ઉપર એક નજર કરીએ તો...
- સી.બી.એસ.ઇ. દ્વારા કરવામાં આવેલા સુધારાઓ-ભવિષ્યની અસરો
* ફાઇનલ બોર્ડ પરીક્ષાનાં પરિણામના મહત્વને ૧૦૦ માંથી ઘટાડીને ૮૦ ટકા કરવામાં આવ્યું. બાકીના ર૦ ટકા વેઇટેજમાં એસેસમેન્ટ, પ્રેકટીકલ એકઝામ તથા પ્રોજેકટ વર્કનો સમાવેશ થાય છે.
આ પ્રકારના બદલાવને કારણે ગોખણપટ્ટી (રટો મારવો) ઓછી થશે અને વર્ગખંડમાં શીખવવામાં આવેલ કન્સેપ્ટને લઇને કોમ્પીટન્સી બેઝડ એપ્લીકેશન ઉપર વિદ્યાર્થીઓ વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે તેવું શ્રી કુણાલ જહાનું કહેવું છે. આ સુધારાનો ઉદ્્ેશ્ય વિદ્યાર્થીઓને આજની ર૧ મી સદીના પડકારોનો સામનો કરવામાં, ક્રિટીકલ થીંકીંગ અને પ્રોબ્લેમ સોલ્વીંગ ક્ષમતાઓને વિકસિત કરવાનો છે.
નવા સુધારા સંદર્ભે MCQS, કેસ બેઝડ તથા સોર્સ બેઝડ પ્રશ્નોના રૂપમાં કોમ્પીટેન્સી બેઝડ પ્રશ્નોનું વેઇટેજ ૪૦ થી પ૦ ટકા સુધી વધારી દેવામાં આવ્યું છે. જયારે નાના અને મોટા જવાબના કન્સ્ટ્રકટીડ રીસપોન્સ કવેヘનને ૩૦ થી ૪૦ ટકા જેટલા ઘટાડવામાં આવ્યા છે.
* CBSE પરીક્ષા પેટર્ન સંદર્ભે થયેલા સુધારાઓથી કોમ્પીટન્સી બેઝડ પ્રશ્નોમાં વધારો થયો છે. જેને કારણે રોજગારલક્ષી શિક્ષણ અને પ્રેકટીકલ સ્કીલ્સમાં વધારો થવાની સંભાવના છે. આ વિષયોમાં વિદ્યાર્થીઓની સમજ પણ વધશે.
* હાલમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કે જે શિક્ષકોને ઇન્ટરનલ ઇવેલ્યુએશન અને પ્રોજેકટ વર્ક સંદર્ભે ભાગ લેવા પ્રેરીત કરે છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં ક્રિએટીવીટી (રચનાત્મકતા) અને શિક્ષણને સ્વતંત્ર રીતે શીખવામાં મદદ મળી રહેશે. આ કારણને પ્રભાવશાળી ટેકનિકના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
* આ ઉપરાંત એપ્લીકેશન - ઓરીએન્ટેડ પ્રશ્નો વિદ્યાર્થીઓને આગળ વધવા માટે જરૂરી આધાર પુરો પાડશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે. જો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ટ્રેડીશનલ મોડ (પરંપરાગત પધ્ધતિ) થી પરિચિત છે તેઓ માટે CBSE નું આ ફોર્મેટ તદ્ન નવું જ સાબિત થશે.
* નવી એસેસમેન્ટ મેથડ (મૂલ્યાંકન પધ્ધતિ) અપનાવવાથી તથા એપ્લીકેશન બેઝડ પ્રશ્નોમાં નિપૂણતા મેળવવા માટે માનસિકતા તથા શિક્ષણની આદતોમાં બદલાવ લાવવો જરૂરી છે.
* નવી પેટર્ન મુજબ CBSE બોર્ડ પરીક્ષાઓમાં ઇન્ટરનલ એસેસમેન્ટનું વેઇટેજ વધવાથી વિદ્યાર્થીઓએ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન સતત જાગૃતિ સાથે જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવો પડશે. અગાઉ માત્ર છેલ્લી કલાકોમાં જ વાંચીને માર્કસ મેળવતા વિદ્યાર્થીઓએ ફેરફાર કરવો પડશે.
-ફાયદાની સાથે પડકારો પણ છે
* CBSE ધોરણ ૧૧ તથા ધોરણ ૧ર માટે નવી પરીક્ષા પધ્ધતિ સંદર્ભે ફાયદાઓની સાથે સાથે અમુક પડકારો પણ સામે આવી શકે છે જેનો સામનો કરવા અને સફળતા મેળવવા જાગૃત રહીને સાચી દિશામાં હકારાત્મક પ્રયાસો આવશ્યક છે. નવી મૂલ્યાંકન પધ્ધતિ વિદ્યાર્થીઓને તણાવ અને ચિંતાથી મુકત કરીને કંઇક નવું શીખવા માટે પ્રભાવી ઉપાય બતાવે છે. આ શિક્ષણ પધ્ધતિનો ક્રિટીકલ થીંકીંગ અને કોમ્પીટેન્સી બેઝડ દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓની આવડતમાં વધારો કરી શકે છે કે જે તેઓના વિકાસ અને ભવિષ્યની સફળતા માટે જરૂરી છે.
* નવી પરીક્ષા પધ્ધતિ સામાન્ય આદતોમાંથી બહાર નિકળવા માટે પણ મદદરૂપ થશે કે જેમાં વિદ્યાર્થીઓ અત્યાર સુધી પારંપરિક દૃષ્ટીકોણથી અભ્યાસ કરતા હતાં. આમ નવી પરીક્ષા પધ્ધતિ કોમ્યુનિકેશન અને કેપેસિટી બિલ્ડીંગ એકસરસાઇઝની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે.
* ઉપરોકત ફાયદાઓની સાથે - સાથે અમુક પડકારો પણ છે જેમ કે સ્કૂલોમાં ઇન્ટરનલ એસેસમેન્ટમાં એકરૂપતા લાવવી, પ્રોજેકટ વર્કની ગુણવતા બનાવી રાખવી, વિદ્યાર્થીઓના વિચારોને સમજવા અને પ્રેકટીકલ સ્કીલનું પ્રભાવશાળી એસેસમેન્ટ કરવું વિગેરે. આ તમામ બાબતો માટે શિક્ષકોને જરૂરીયાત મુજબ યોગ્ય-સચોટ ટ્રેનિંગ આપવી એ પણ પડકાર ગણી શકાય.
- CBSE ધોરણ ૧૧-૧ર ની નવી પરીક્ષા પધ્ધતિ સંદર્ભે શિક્ષકો તથા સ્કૂલોની તૈયારી કેવી જોઇશે?
* CBSE ધોરણ ૧૧-૧ર ની નવી પરીક્ષા પધ્ધતિથી શિક્ષકો અને સ્કૂલોએ પણ વ્યાપક તૈયારીઓ કરવી પડશે. શરૂઆતમાં તથા સમયાંતરે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવીને પરિવર્તન સાથે શિક્ષકો તાલ મિલાવી શકે તે માટે સ્કીલ તથા લર્નિંગ પ્રોસેસ ઉપર ભાર મૂકવો પડશે.
* એસેસમેન્ટ પ્રોસેસને મજબૂત અને પ્રભાવી બનાવવા માટે સ્કુલોમાં આંતરીક ઉપાયો અમલમાં મૂકવા આવશ્યક છે. આ માટે સતત વિચાર-મંથન કરી મક્કમ પ્રયાસો અને અમલીકરણ જરૂરી છે.
* વિદ્યાર્થીઓની સફળતાને આગળ વધારવા માટે સ્કૂલોએ આવશ્યક મટીરીયલ અને ટૂલ્સ પણ ઉપલબ્ધ કરાવવા જોઇએ તેવું શ્રી કુણાલ જહા કહી રહ્યા છે. એક સફળ પરિવર્તન પ્રાપ્ત કરવા માટે પડકારોનું સમાધાન કરવા માટે તથા સમયસર કાર્યશૈલી નકકી કરવા માટે સ્કૂલ-કોલેજ કોલાબ્રેશન અને શૈક્ષણિક અધિકારીઓની આવશ્કતા વર્તાશે.
આ આવશ્યકતાઓ સતત ફીડબેક, મિકેનિઝમ તથા મોનિટરીંગ સુધારાના ક્ષેત્રોને ઉજાગર કરવા અને સમયાંતરે એકઝામ ફોર્મેટને અપગ્રેડ કરવામાં મદદરૂપ થઇ શકે છે.
ઉપરોકત તમામ બાબતો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE) દ્વારા ધોરણ ૧૧ અને ૧ર માટે લાગુ કરાયેલ નવી પરીક્ષા પધ્ધતિ સંદર્ભે વિવિધ અસરો ઉપજાવશે.
તમામ લેખાજોખાના અંતે એક વાત ચોકકસ કહી શકાય કે, ર૦૪૭ ના વિકસિત ભારતના વર્તમાન અને ભાવિ શિક્ષકો , વિદ્યાર્થીઓ અને સ્કૂલો, તમામ હકારાત્મક -મજબૂત પરિવર્તનો માટે સજ્જ છે જેમાં બેમત નથી.
(3:19 PM IST)










