News of Friday, 24th May 2024
ઓશો વાટીકામાં ઓશો નો-માઇન્ડ થેરાપી શિબિર
ઓશોના હાથે સંન્યાસ લીધેલ મા પ્રેમ સંગીતા શિબિરનું કરશે સંચાલનઃ રજીસ્ટ્રેશન ચાલુ

રાજકોટઃ શહેરમાં કાલાવડ રોડ પર રાજકોટથી નજીક નૈસર્ગીક વાતાવરણમાં સદાય વસંત ઋતુનો આનંદ માણી શકાય અને ધ્યાન તથા રહેવા જમવાની આધુનિક સુવિધાઓ સાથે રાજકોટ-ઓશો વાટીકામાં ઓશો માઇન્ડ થેરાપી શિબિરનું આયોજન થયું છે.
ઓશો નો.માઇન્ડ થેરાપી આ સાત દિવસની થેરાપીમાં દરરોજ એક કલાક જીબ્રીસ અને એક કલાક સાયલન્ટ સીટીંગ જેઅનક્રોન્સીયસ માઇન્ડનું ડીપ કલીનીંગ કરે છે. તેમજ સાત ચક્રોનું બેલેન્સ કરે છે તેનું આયોજન થયેલ છે.
આ શિબિરના સંચાલક છે માઁ પ્રેમ સંગીતા કે જેઓએ ઓશોના હાથે સન્યાસ લીધેલ છે. હાલ દેશ તેમજ વિદેશમાં ઓશો મેડીટેશન કેમ્પ અને ઓશો થેરાપીઓનું સંચાલન કરે છે.
આજના આધુનિક યુગમાં થેરાપી દ્વારા મનથી અમન તરફની ધ્યાન યાત્રામાં આગળ વધવા નિમંત્રણ અપાયું છે.
વિશેષ માહીતી ૯૯૭૮૪ ૮૦૮ર૯, સ્થળ : ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઇડનો રોડ, (વાયા વાગુદડ-બાલસર રોડ) રાજકોટ
(4:30 PM IST)










