News of Friday, 24th May 2024
આહીર સમાજના ઉમેદવારો માટે ભરતી પરીક્ષાનો તાલીમ વર્ગ
પ્રવેશ કાર્ય શરૃઃ ૬ જૂનથી તાલીમ સેશન

રાજકોટ તા.ર૪ : આહીર સમાજના યુવા ભાઇઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકિર્દી ઘડી શકે અને તેઓ પણ ઉચ્ચ હોદા પર પહોંચેત ેવા હેતુથી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઇ પરીક્ષાઓની તૈયારી માટેના તાલીમવર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી રહયા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે આહીર સમાજના ભાઇઓ-બહેનો માટે રાજકોટના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર રામદેવપીર ચોકડી નજીક પરીશ્રમ સ્કુલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા એડમીશન કાર્ય અને ત્યારબાદ તાલીમ વર્ગનું આયોજન કરેલ છે.
પોલીસ ભરતી માટેના વર્ગોમાં તા.રર મે બુધવારથી ૦૧ જુન, શનિવાર સાંજે ૬.૩૦ ૮ દરમિયાન વહેલા તે પહેલાના ધોરણે એડમીશન આપવામાં આવશે. ત્યારબાદ ૦૬ જુન ગુરૂવારથી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે. આ વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે.
ક્રિષ્ના ફાઉન્ડેશન વર્ષ ર૦૧૩ થી કાર્યરત છે. અતયાર સુધીમાં ૧૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહયા છે. વધુ માહિતી માટે મો.૯પપ૮૩ ૩૭૭૬ર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
(4:53 PM IST)










