<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

શાસ્‍ત્રી મેદાન તોડફોડઃ પશ્ચિમ મામલતદાર શ્રી શુકલા દોડી ગયાઃ રીપેરીંગ માટે કહેવાયું સોમવારે દરવાજા ફીટ કરી સંપૂર્ણ તાળા મારી દેવાશે

કલેકટર કચેરી હસ્‍તક રહેલા ઐતિહાસિક શાસ્‍ત્રી મેદાનના દરવાજા કોઇ હરામખોરો તોડી ગયા અને તે ‘‘અકિલા''ના અહેવાલ બાદ ગઇકાલે સાંજે પશ્ચિમ મામલતદાર શ્રી શુકલા અને તેમની ટીમ શાસ્‍ત્રી મેદાન દોડી ગઇ હતી. શ્રી શુકલાએ આજે સવારે ‘‘અકિલા''ને જણાવેલ કે અમે તમામ બાબત જોઇ છેઃ પ્રાંત કલેકટરને રીપોર્ટ પણ કરાશેઃ અમે આર એન્‍ડ બી.ને કીધું છે. તેઓ દ્વારા દરવાજા રીપેર થયા બાદ સોમવારે સંભવતઃ સંપૂર્ણ તાળા મારી દેવાશેઃ હાલ ફોજદારી નહીં.

(2:39 PM IST)