News of Saturday, 25th May 2024
એચ. પી. મ્યુઝીકલ સ્ટુડીઓ ‘સ્વર સાધના' પ્રસ્તુત આજે સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ
ઇવનિંગ પોસ્ટ ખાતે કાર્યક્રમઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : સંગીત ક્ષેત્રના કાર્યક્રમોમાં ગીતોને પીરસવાની સર્વે શ્રેષ્ઠ પધ્ધતિ ‘કેરીયો કે' ખુબ જ પ્રચલીત થયેલ છે. આ પધ્ધતિની ગાયકીમાં જરૂરી જ્ઞાન-સમજણ વગર ગીતો પીરસવા તે ખૂબ જ કપરૂ કામ છે. આ પધ્ધતીને સરળતાથી જીણવટ ભરી જ્ઞાન-સભર શિક્ષણ આપતા રાજકોટ નિવાસી શ્રેષ્ઠ સંગીત ગુરૂશ્રી, પ્રશાંત બક્ષીની ઉપસ્થિતીમાં આ સંગીત સંધ્યા યોજવામાં આવેલ છે.
આજે સાંજે પ-૪પ થી ૯ સુધી જયુબેલી બાગના આઉટ ગેઇટ સામે, જીલ્લા બેન્ક ભવનની બાજુમાં આવેલ સીનીયર સીટીઝન પાર્ક, ઇવનીંગ પોસ્ટ ખાતે, હૃદયની લાગણી દર્શાવતા, ફિલ્મ ક્ષેત્રના નવા-જૂના સુપ્રસિધ્ધ ગીતો પીરસવામાં આવશે. જેમાં ગાયક કલાકાર મિત્રો શ્રી ધીરૂભાઇ કનેરીયા, બાળ રોગ નિષ્ણાંત ડો. શ્રી અનિલ ત્રાંબડીયા, આંખ-કાન-ગળાના નિષ્ણાંત સર્જન ડો. શ્રી જયેશ પટેલ, સાથે શ્રી દિલીપસિંહ ડોડીયા, શ્રી દિપક વસાણી, એચ. પી. પટેલ, ફાલ્ગુની પટેલ, વંદના વ્યાસ, જહાનવી દાવડા, જાગૃતિ દુબલ તેમજ હીના વલેરા ભાગ લેશે.
આ કાર્યક્રમ માણવા માટે સીનીયર સીટીઝન્સ મિત્રો તથા સંગીત પ્રીયજનોને શ્રી એચ. પી. મ્યુઝીકલ સ્ટૂડીયો ‘સ્વર સાધના' સ્થાપક શ્રી એચ. પી. પટેલ દ્વારા નિમંત્રણ અપાયું છે.
(4:14 PM IST)










