News of Saturday, 25th May 2024
સંત વેલનાથ જયંતિ નિમિતે સમિતિની રચનાઃ પ્રમુખપદે દેવાંગ કુકાવાની વરણી
૨૫માં વર્ષે શોભાયાત્રા યોજાશેઃ તૈયારી અર્થે કાલે મીટીંગ

રાજકોટ તા.૨૫: સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ ભવ્ય શોભાયાત્રા આયોજનની તૈયારીના ભાગરૂપે ચુવાંળીયા કોળી વિદ્યાથી ભુવન ૪- લાખાજીરાજ ઉધોગ નરગ, ચુનારાવાડ,ખાતે પ્રથમ મીટીંગ તા.૨૬/ રવિવારે સાંજે ૬ કલાકે રાખેલ છે.
સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ નિમિતે છેલ્લા ૨૪ વર્ષથી રાજકોટ શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે આ અદ્ભુત શોભાયાત્રાના ૨૫ વર્ષ પૂર્ણ થઇ રહયા હોય,સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો સાથે મળીને સિલ્વર જયુબેલીની ઉજવણી તરીકે આ અવસર ઉજવાશે.
સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ તરીકે દેવાંગભાઇ કુકાવા,મહામંત્રી તરીકે દિપકભાઇ બાબરીયા ઇન્ચાર્જ તરીકે દેવાભાઇ કોરડીયા ની વરણી કરવામાં આવી છે. ૨૫ મી શોભાયાત્રાની ઐતિહાસીક સફળતા મળે તેનામાટે રાજકોટ શહેર તાલુકા માં ચાલતા કોળી સમાજના વિવિધ મંડળોનું ગ્રૂપોને તન,મન,ધનથી સહકાર આપવા અનુરોધ કરેલ છે. આ વર્ષે શોભાયાત્રામાં વધુ સંખ્યામાં જોડાવા અને વાહન નોંધણી માટે મો. ૯૦૩૩૫ ૧૮૯૦૯
(3:57 PM IST)










