News of Saturday, 25th May 2024
રાજકોટમાં TRP ગેઇમ ઝોનમાં બનેલ દુઃખદ ધટનામાં જીવ ગુમાવનાર ભુલકાઓને રાજકોટ લોહાણા મહાજને શ્રદ્ધાંજલિ અર્પી દુઃખ વ્યક્ત કર્યું
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનો ઉપર આવી પડેલ આ દુ:ખ તથા આધાત સહન કરવાની શક્તિ આપે તેવી રાજકોટ લોહાણા મહાજને પ્રાર્થના કરી

રાજકોટ ખાતેના TRP ગેઇમ ઝોન ખાતે બનેલ દુઃખદ ધટનામાં નાના ભુલકાઓ સહિતના પરીવારજનો નિર્દોષ આનંદ માણવા માટે ગેઈમ ઝોનમાં ગયેલા, ત્યાં આકસ્મિક અને ભયાનક આગની દુર્ધટના બનવા પામેલ જેમાં નાના ભુલકાઓ સહિતના પરીવારજનોનો
ભોગ લેવાયો તે સમાચાર સાંભળી તમામનું હ્દય કંપી ઉઠયુ, દ્રવી ઉઠ્યું છે.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ , કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ તેમજ તમામ ટ્રસ્ટીગણ અકાળે મૃત્યુનો ભોગ બનેલા તમામ સ્વર્ગસ્થોને ભાવભરી શ્રદ્ધાજલી અર્પે છે, આઘાત સાથે દુઃખ વ્યક્ત કરે છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનો ઉપર આવી પડેલ આ દુ:ખ તથા આધાત સહન કરવાની શક્તિ આપે તેવી રાજકોટ લોહાણા મહાજન પ્રાર્થના કરે છે.
(11:08 PM IST)










