<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જો આ લોકોને સજા પહેલા જામીન મળ્‍યા તો હું બધાને મારી નાખીશઃ એક બાપની વેદના

નિર્મલા રોડ પર રહેતાં પ્રદિપસિંહ ચોૈહાણના પુત્ર સહિત પાંચ સ્‍વજનો લાપતા

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનમાં બેજવાબદાર સંચાલકોની ભૂલને લીધે મનોરંજન અર્થે ગયેલા સ્‍વજનો લાપતા થઈ ગયા છે જેની ભાળ હજુ આજે સોમવારે પણ મળી નથી. ત્‍યારે એક જ પરિવારના પાંચ સભ્‍યોને શોધતા પિતાએ વલોપાત સાથે ગુનેગારોને ફાંસીની સજા નહિ થાય તો હું પતાવી દઈશ તેવું મીડિયા સમક્ષ જણાવ્‍યું હતું આ પરિવારના ૮ સભ્‍યો ગયા હતા જે પૈકી ૩ સભ્‍યોની ભાળ મળી ગઈ હતી. રાજકોટના નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ ઉપર રહેતા પ્રદીપસિહ ચૌહાણએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્‍યું હતું કે અમારા પરિવારના ૮ સભ્‍યો હતા જેમાંથી ૩ સભ્‍યો નીચે હતા જે મળી ગયા છે, પાંચ મિસિંગ છે. તેમાં એક મારો દીકરો છે રાજભા નામ છે બીજા મારા સાઢુભાઈ છે એક એમનો દીકરો છે એક તેના મોટાભાઈની બેબી છે અને એક સાળા - છે જે પાંચની કોઈ ઓળખ થતી નથી મેમ્‍બર જે બચી ગયા હતા તેણે ફોન કરી આગની જાણ કરી હતી. મારા સાઢુભાઈ અને સાળા ઉપર બચાવવા ગયા ત્‍યારે આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો જેથી તે બહાર નીકળી શકયા ન હતા ૪૫ સેકંડમાં આગ પ્રસરી ગઈ હતી. ૯૯ રૂપિયાની સ્‍કીમને લીધે વધુ પબ્‍લિક હતું. મારી માંગણી એવી છે કે સરકાર આરોપીઓને ફાંસીની સજા આપે કોઈ પણ વકીલ કેસ લડે નહિ, જો કોઈને પૈસાથી કેસ લડવો હોય તો જે તેની ફી થતી હશે તેનાથી બે લાખ રૂપિયા હું વધારે આપીશ.  બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મને જે સહાય મળશે. તે જેને જરૂર હશે તેને હું આપી દઈશ. જો આ લોકોને સજા પહેલા જામીન મળ્‍યા તો હું બધાને મારી નાખીશ મારી આગળ પાછળ કોઈ છે નહિ હતું એ મારૂ વયું ગયું છે આને ધમકી સમજો તો પણ છૂટ અને બાપની વેદના સમજો તો પણ છૂટ જેમ અમારા પરિવારની ઓળખ પરેડ થતી નથી તેમ આ લોકોની પણ ઓળખ પરેડ નહી થવા દઉં અને આ ખાલી કહેવાની ધમકી નથી હું કોઈને મુકીશ નહિ હું સરકારને એટલું કહેવા માંગું છું કે કડકમાં કડક સજા થવી જોઈએ સરકાર એક્‍શન નહિ લ્‍યે તો પબ્‍લિક એક્‍શન લેશે હું તમને એક્‍શન લઈને દેખાડીશ, જો જામીન મંજુર થયા તો હું કોઈને મુકીશ નહિ. પ્રદીપસિંહ ચોૈહાણના પુત્ર રાજભા ચોૈહાણ (ઉ.વ.૧૫), સગા વિરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૨), ધર્મરાજસિંહ જાડેજા (ઉ.વ.૧૪), ગુડ્ડુબા હિતેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૦) અને ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.૩૧) આગમાં લાપતા થયા છે. તેમના ડીએનેએ સેમ્‍પલ લેવાયા છે.

(11:42 AM IST)