<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઉપલેટાના સ્‍મીત વાળાના ડીએનએ મેચ થતાં મૃતદેહ સોંપાયોઃ તેનો રાજકોટ રહેતો માસીયાઇ ભાઇ હિમાંશુ પરમાર લાપતા

સ્‍મીત પિતા સાથે પાનની દુકાનમાં બેસવા સાથે ડીજે ઓપરેટર પણ હતોઃ બે ભાઇથી નાનો અને અપરિણીત હતો

રાજકોટ તા. ૨૭: ગેમ ઝોનની આગની ઘટનામાં ૩૦ જીવ હોમાઇ ગયા હોઇ અને મૃતદેહો આગમાં ભડથું થઇ ગયા હોઇ ડીએનએ સેમ્‍પલ લઇ મેચ કરી ઓળખવિધી કરવામાં આવી રહી છે. આજે ચાર ઓળખવિધી થઇ તેમાં એક હતભાગી ઉપલેટાનો યુવાન સ્‍મીત મનિષભાઇ વાળા (ઉ.વ.૨૧) પણ હતો. સવારે તેનો નિષ્‍પ્રાણ દેહ એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતેથી સોંપાયો હતો.

સ્‍મીત વાળા બે ભાઇમાં નાનો હતો. તે પિતા સાથે પાનની દૂકાન સંભાળવાની સાથે સાથે ડીજે પણ વગાડતો હતો. તે અપરિણીત હતો. રજા હોઇ અને શનિવારે ૯૯માં એન્‍ટ્રીની જાહેરાત થઇ હોઇ તે રાજકોટ કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે રહેતાં પોતાના માસીયાઇ ભાઇ હિમાંશુ દયાળજીભાઇ પરમાર (ઉ.વ.૨૨) સાથે ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો. આજે સ્‍મીતની ઓળખ થઇ ચુકી હતી, હિમાંશુ હજુ લાપતા છે. એકવીસ વર્ષના આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી વાળા-ધોબી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(12:00 PM IST)