News of Monday, 27th May 2024
આઈ.આઈ.ટી.ઈ. એ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કાળજી માટે ખાસ બજેટ ફાળવી માનવતાવાદી અભીગમ દાખવ્યો

પ્રવર્તમાન હીટવેવ, જાહેર કરાયેલ ઓરેન્જ એલર્ટ અને GSDMA માર્ગદર્શિકા અન્વયે કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોઈ તેઓ સતત હાઈડ્રેટેડ રહે અને બીમાર ના પડે એ માટે આઈ.આઈ.ટી.ઈ.ના કુલપતિશ્રી ડો. કલ્પેશભાઈ પાઠક દ્વારા નુતન અભિગમ સાથે પરીક્ષા વ્યવસ્થા કરાઈ છે. આઈ.આઈ.ટી.ઈ. ખાતે તા. ૨૫ મે થી ૭ જૂન ૨૦૨૪ દરમિયાન યોજાઈ રહેલી પરીક્ષાઓ દરમિયાન તમામ ૮૫૦ જેટલા પરીક્ષાર્થીઓને કુલ ૧૨ દિવસ દરરોજ સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૧ થી ૪ ના બંને સેશનના દરેક પેપરના સમય દરમિયાન ORS, લીંબુપાણી, છાશ, જ્યુસ વગેરે ઉપલબ્ધ કરાવવા માટે આઈ.આઈ.ટી.ઈ. દ્વારા વ્યવસ્થા કરાઈ છે. કુલપતિશ્રી પ્રો. કલ્પેશભાઈ પાઠકના માર્ગદર્શન હેઠળ કુલસચિવ ડો. મધુસુદન મકવાણા, પરીક્ષા સમિતિના ચેરમેન ડો. મેહુલ દવે, પરીક્ષા નિયામક ડો. અનિરુદ્ધસિંહ પરમાર અને કો. ઓર્ડીનેટર ડો. ભાવેશ રાવલ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ રહે અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં જાહેર કરાયએ પ્રમાણે આયોજન કરાયું છે.
(4:08 PM IST)










