<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રંગોલી પાર્ક સોસાયટીના ફલેટમાં બંધ પડેલા ફાયરસેફટીના સાધનો સત્‍વરે ચાલુ કરાવો

રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હોલ્‍ડર્સ હિતરક્ષક સમીતી દ્વારા રજુઆત

રાજકોટ : અહીંના કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક સોસાયટીમાં આવેલ રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હોલ્‍ડર્સ હિતરક્ષક સમીતી દ્વારા અહીના ફલેટમાં બંધ પડેલા ફાયર સેફટીના સાધનો સત્‍વરે ચાલુ કરવા ફરી વખત રાજકોટ મ્‍યુનિસીપલ કમિશ્નરશ્રીને રજુઆત કરવામાં આવી છે.

જેમાં રજુઆતમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગર પાલીકાના વોર્ડ ક્રમાંક ૧૧ માં આવેલ ટીઆરપી ગેમઝોનમાં બનેલ અગ્નિ અકસ્‍માતની ગોઝારી દુર્ઘટના સંદર્ભે આ જ વોર્ડમાં આવેલ ૧૧૬૪ પરીવાર ધરાવતી રંગોલી પાર્ક સોસાયટીના તમામ પરીવાર વ્‍યથિત છે. વહીવટી બેદરકારીને કારણે થયેલ માનવ હિંસામાં મૃત્‍યુ પામેલ પ્રત્‍યેક મૃતકના આત્‍માની શાંતી અને તેના શોક તપ્ત પરીવારને રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હોલ્‍ડર્સ હિતરક્ષક સમીતી દિલસોજી પાઠવે છે. આજ વોર્ડમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મત અત્રેની સોસાયટીના લોકોની ફાયર સેફટી હેતુ અવાર નવાર રજુઆત કરેલ. પરંતુ આજદિન સુધી તેનો ઉકેલ આવેલ નથી.

તસ્‍વીરમાં રંગોલી પાર્ક સોસાયટીના રહીશો સર્વશ્રી અશોક મીરાણી, એમ.ડી.દવે, ડી.કે.ભટ્ટ, વી.સી.નૈના, એસ.આર. પરસાણીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 PM IST)