<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

શહેરમાં રોગચાળાનો કહેરઃ ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસ-તાવના ૧૫૦૦ કેસ

મેલેરીયા અને ચિકનગુનિયાના ૧-૧ દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ ૧,૪૦,૮૪૦ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૯૭૫ને નોટીસ

રાજકોટ, તા. ૨૭: શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્‍ય રોગચાળાનાં વધારો થતો જોવા મળે છે. કેમ કે, ઘણા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્‍ટી, ટાઇફોડ તાવ સહિત ૧૫૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૩ મે થી ૧૯  મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૨ કેસ

છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક, ચિકનગુનિયાના એક જયારે સીઝનનાં મેલેરીયાના ૬, ડેન્‍ગ્‍યુના ૧૫ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૫૦૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૩૨ તેમજ સામાન્‍ય તાવના ૪૮૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૩૧૫ સહિત કુલ ૧૫૦૦થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૯૭૫ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૪૦,૮૪૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૪૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૮૬૪થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૯૭૫ લોકોને નોટીસ પાઠવી હતી.

(4:09 PM IST)