News of Monday, 27th May 2024
સ્વજનો સહકાર આપે, જેમ જેમ ડીએનએ મેચ થશે તેમ મૃતદેહ સોંપીશુઃ એસીપી રાધીકા ભારાઇ

રાજકોટઃ આજે ત્રીજા દિવસે પણ લાપત્તા સ્વજનોની ચોક્કસ વિગતો પરિવારજનોને ન મળતાં પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ગરામ ગરમીનો માહોલ ખડો થઇ ગયો હતો. આ બનાવને પગલે એસીપી રાધીકા ભારાઇએ જણાવ્યું હતું કે-ડીએનએ મેચ કરવા માટે સેમ્પલ લઇ ગાંધીનગર મોકલ્યા છે. જે પૈકી ચાર સેમ્પલ મેચ થઇ જતાં આ ચારેય મૃતકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે. ડીએનએ મેચીંગની કામગીરી સતત ચાલી રહી છે. જેમ જેમ ડીએનએ સેમ્પલ મેચ થતાં જશે તેમ તેમ અમે મૃતદેહ સોંપતા રહેશું. સ્વજનો પોલીસને સહકાર આપે તે જરૂરી છે. અમારી પાસે લાપત્તા તમામ લોકોના નામ છે, આમ છતાં કોઇ બીજા લોકો લાપત્તા હોય અને અમારી પાસે જાણકારી ન હોય તો અમને જાણ કરવા અનુરોધ છે. અમે જે ચાર મૃતદેહ સોંપ્યા છે તેમાં સુનિલ હસમુખભાઇ સિધ્ધપુરા, સત્યપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સ્મીત મનિષભાઇ વાળા અને જીજ્ઞેશ કાળુભાઇ ગઢવીના ડીએનએ મેચ થતાં અમે તેમના સ્વજનોને મૃતદેહ સોંપી દીધા છે.
(4:09 PM IST)










