<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટમાં હજુ આકરો તાપ રહેશેઃ ગુરૂવાર સુધી (૪ર ડીગ્રી) યલો એલર્ટ

કોર્પોરેશન દ્વારા લોકોને પૂરતુ પાણી પીવા સહિતના સૂચનો

રાજકોટ તા.ર૭ : હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ આવનારા પ દિવસનુ઼ રાજકોટ શહેરનું લઘુતમ  તેમજ મહત્તમ તાપમાન નીચે મુજબ રહેવાની શકયતા છે. જે મુજબ તા.ર૭-પ થી તા.૩૦-પ સુધી યેલો એલર્ટ આપવામાં આવેલ છે. તા. ર૭ થી ૩૦ સુધી  રોજ તાપમાન ૪ર ડીગ્રી રહેવાની સંભાવના છે.

આગામી ૪ દિવસ રાજકોટમાં હીટ વેવની પરિસ્‍થિતિ રહેવાની તથા યેલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. અતિશય ગરમી હીટવેવમાટે રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્‍ય  વિભાગ દ્વારા નીચે મુજબની બાબતોને ધ્‍યાને લેવા માટે આરોગ્‍યલક્ષી સલાહ આપવામાં આવે છે. તેમ કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગની યાદી જણાવે છે.

હાઇડ્રેટેડ રહો, જયાર પણ શકય હોય ત્‍યારે પુરતુ પાણી પીઓ, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો., ઓરલ રીહાઇડ્રેશન સોલ્‍યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ લસ્‍સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો.

બપોર બહાર હોય ત્‍યારે વધુ મહેનતવાળી પ્રવૃતિઓ ટાળો, ખુલ્લા પગે બહાર ન જાવ. દિવસના સૌથી ગરમ સમય દરમિયાન રસોઇ કરવાનું ટાળો, તેમજ રસોઇ વિસ્‍તારમાં હવાની પુરતી અવર જવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખી. આલ્‍કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુ પ્રમાણમાં ખાંડ વાળા પીણા ટાળો જે શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા  પેટમાં દુઃખાવો થઇ શકે છે. વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ., પાર્ક કરેલા  વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહી. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

(4:09 PM IST)