<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના આંસુ લુછવાવાળુ કે ખબર પૂછવાવાળુ કોઇ નથી

સિવિલ હોસ્‍પીટલ ખાતે દુઃખનો દરીયો

રાજકોટના અગ્નિકાંડના પગલે ૩૦-૩૦ ભડથુ થયેલ મૃતદેહોના પોટલા સિવિલ હોસ્‍પીટલ ખાતે રખાયા છે. ત્‍યારે મૃતદેહો મેળવવા સ્‍વજનો ભાંગી પડેલા હૈયે સિવિલે  સતત પૂછપરછ કરી રહયા છે. એક સેવાભાવી વ્‍યકિતના જણાવ્‍યા મુજબ આ લોકોને વ્‍યવસ્‍થિત ખબર આપવા, કયારે મૃતદેહ મળશે તેની જાણ કરવા, હૈયાધારણ આપવા અથવા તો સારી રીતે બેસાડી ચા-પાણી આપવા જેવી પણ રાજકોટની સંસ્‍થાઓ, ભાજપ-કોંગ્રેસ આગેવાનો તરફથી કે કહેવાતા ફોટોપ્રેમી સમાજસેવકો દ્વારા કોઇ જ વ્‍યવસ્‍થા માટે પહેલ થઇ ન હોવાનું જણાવાયું છે. અહી આસપાસના કેટલાક સેવાભાવીઓ પોતાની જાતમેળે પાણી પાવા જેવી ફરજ બજાવી રહયા છે. ઢગલા મોઢે ટેકસ ઉઘરાવી રહેલા તંત્ર ઉપર લોકો ફીટકાર વરસાવી રહયા છે.

(5:14 PM IST)