<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ખોડીયાર વિજય ડેરીમાંથી મલાઇ, મીઠો માવો તથા છાશનો ૨ હજાર કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો : નાશ

મનપાની ફુડ શાખાનું આમ્રપાલી ફાટક વિસ્તારમાં ચેકીંગ ડ્રાયફ્રુટ શીખંડ, પનીર તથા અંજીર કાજુ આઇસ્ક્રીમના નમૂના લેવાયા : યોગ્ય સ્ટોરેજ કરવા સૂચના

રાજકોટ તા. ૨૯ : મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફુડ શાખા દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રૈયા રોડ ખાતેની શ્રી ખોડીયાર વિજય ડેરી ફાર્મમાંથી મલાઇ, મીઠો માવો તથા છાશ સહિત ૨૦૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ડ્રાયફ્રુટ શીખંડ, પનીર તથા અંજીર કાજુ આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી,ઙ્ગડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા,ઙ્ગફૂડ સેફટી ઓફિસર કે.જે.સરવૈયા,ઙ્ગફૂડ સેફટી ઓફિસર કે.એમ.રાઠોડઙ્ગતથા ફૂડઙ્ગસેફટી ઓફિસર આર.આર.પરમાર સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ,ઙ્ગરેલ્વે અન્ડર બ્રીજ ઉપર,ઙ્ગઆવેલ 'શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ' પેઢીની ચકાસણી કરી હતી.

દરમિયાન પેઢીના ફૂડ બિઝનેશ ઓપરેટરની હાજરીમાં પેઢીની તપાસ કરતાં પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ મલાઈ (પેકડ) -૮૦૦ કિગ્રા.,ઙ્ગમીઠો માવો (પેકડ)- ૪૦૦ કિગ્રા. તથા પેઢીમાં રહેલ કેરેટમાં સંગ્રહ કરેલ છાસ (પેકડ) -૯૦૦ લિટર નો જથ્થો માનવ આહાર માટે વેચાણ અર્થે સંગ્રહ કરેલ. તમામ પોલીથીન બેગમાંઙ્ગ સંગ્રહ કરેલ જથ્થા પરઙ્ગFSSAIઙ્ગના નિયમ મુજબઙ્ગઉત્પાદનનું નામ,ઙ્ગઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એકપાયરી/બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલ ન હતી. જથ્થો પડતર હોવાનુંઙ્ગફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ. તમામ જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોયઙ્ગSWMઙ્ગવિભાગના વાહન સ્થળ પર બોલાવી ઉપરોકત પેકડ ખાદ્યચીજોનો ઙ્ગઅંદાજીત કુલ મળી ૨૦૦૦ કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવેલ.

તેમજ પેઢીમાં ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા તથા પેઢીમાં યોગ્ય સ્ટોરેજ કરવા તેમજઙ્ગFSSAI ના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પેઢીના સ્થળ પરથી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ મુજબ કુલ-૦૩ઙ્ગનમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં ડ્રાયફ્રૂટ શિંખંડ (લુઝ), પનીર (લુઝ), અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)ના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

(4:48 PM IST)