<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટ મનપામાં એસીબીનું સર્ચ પૂર્ણ:મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની જબરજસ્ત ચર્ચા

સાંજના સમયથી રાત્રીના 10 વાગ્યા સુધી ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાની ઓફિસમાં તપાસ

 રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મનપા કચેરી ખાતે એસીબીની ટીમ દ્વારા સાંજના સમયે ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી,

સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના 10 વાગ્યા આસપાસ એસીબીની ટીમ દ્વારા તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને આ બંને વિભાગમાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાની ભારે ચર્ચા જાગી છે જેનો કોર્પોરેશન લોબીમાં ગણગણાટ થઇ રહયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. એને લઇને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં  આવી છે. એમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે.

(10:24 PM IST)