તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Monday, 3rd June 2024
રાજકોટ લોકસભા બેઠક : કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરાશે
સૌથી વધુ રાઉન્ડ-૭૧ રાજકોટ ગ્રામ્યમાં ર૮ તો સૌથી ઓછા રાઉન્ડ ૭૦ દક્ષિણ રાજકોટ વિસ્તારમાં ૧૭ રહેશે : કલેકટરની પત્રકાર પરીષદ : સર્વિસ વોટર્સના રર૪ તથા પોસ્ટલ બેલેટના ૧ર૬ર૧ મતોની ગણત્રી માટે અલગથી બે કાઉન્ટીંગ હોલ ઉભા કરાયા : જયાં ર૭ ટેબલો પર ગણત્રી થશે : મતગણતરી માટે ૧પ૦૦ નો સ્ટાફ તૈનાત કાલે સવારે પ વાગ્યે સ્ટાફને એન્ટ્રી ૬પ૦ પોલીસ કર્મચારી-અધિકારી મુકાયા : EVM ના મતોની ગણતરી બાદ વિધાનસભા બેઠક વાઇઝ પાંચ-પાંચ વીવીપેટના મતોની પણ ગણતરી થશે

પત્રકાર પરીષદ સંબોધતા કલેકટર શ્રી પ્રભવ જોષી નજરે પડ છે. બાજુમાં એડી. કલકેટર શ્રી નારણ મૂંછાર દેખાય.
રાજકોટ, તા. ૩ : ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત તા. ૧૬-૩-ર૦ર૪ ના રોજ કરવામાં આવેલ છે. જે મુજબ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની ચુંટણી માટે મતદાન તા. ૦૭-પ-ર૦ર૪ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. જેની મતગણત્રી તા. ૦૪-૬-ર૦ર૪ ના રોજ સવારના ૦૮-૦૦ કલાકે સરકારી ઇજનેરી કોલેજ, મવડી-કણકોટ રોડ, રાજકોટ ખાતે થનાર તેમ કલેકટરે જાહેરાત કરી હતી. તેમણે જણાવેલ કે સવારે ૮ કલાકે ઇવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની એકસાથે મતગણત્રી શરૂ કરવામાં આવશે.
ઇ.વી.એમ. ની મણગણતરી માટે વિધાનસભા મતદાર વિભાગ (૬૬ થી ૭ર) વાઇઝ કુલ સાત હોલમાં ૧૪×૭=૯૮ ટેબલો પર ઇ.વી.એમ. ની મતગણતરી કરવામાં આવશે.
સાત મણગણતરી હોલમાં સાત નાયબ કલકેટર કક્ષાના અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મતગણતરી હોલમાં ફરજ બજાવશે. અને તેમની દેખરેખ નીચે મતગણતરી કરવામાં આવશે.
કુલ ૨૦૩૬ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાયેલ ઈ.વી.એમ. ની કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.
૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માં સૌથી વધુ ૨૮ રાઉન્ડમાં અને સૌથી ઓછા ૧૭ રાઉન્ડમાં ૭૦-રાજકોટ દક્ષિણ વિ.મ.વિ. માં મતગણતરી થનાર છે. પોસ્ટલ બેલેટ માટે અલગ-અલગ બે (૨) કાઉન્ટીંગ હોલ રાખવામાં આવેલ છે. જેમાં કુલ ૨૭ ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે.
જેમાં એક (૧) ટેબલ ઉપર કુલ ૨૨૪ (તા.૦૩/૦૬/૨૦૨૪ની સ્થિતિએ મળેલા) (ર) ની મતગણતરી કરવામાં આવશે. (લશ્કરી દળોના મતદારો) તેમજ ૨૬ ટેબલો ઉપર કુલ ૧૨૬૨૧ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની મતગણતરી માટે બે ) મતગણતરી ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક કરવામાં આવેલ છે.
પોસ્ટલ બેલેટ, ETPBS, ૬૭-વાંકાનેર વિ.મ.વિ. અને ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિ.મ.વિ. માટે શ્રી ડૉ.પળથ્વીરાજ (IAS) ની ઓબ્ઝર્વરશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
તેમજ ૬૬-ટંકારા, ૬૮-રાજકોટ પૂર્વ, ૬૯-રાજકોટ પશ્વિમ, ૭૦-રાજકોટ દક્ષિણ અને ૭૨-જસદણ વિ.મ.વિ. માટે શ્રી નરહરીસિંધ બાંગર (IAS) ની ઓબ્ઝર્વરશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે ૧૫૦૦ જેટલા સિવિલ કર્મચારીશ્રીઓની નિમણૂક અત્રેથી કરવામાં આવેલ છે. જેઓ કાલે સવારના ૦૫-૦૦ કલાકેથી ફરજ બજાવશે.
તેમજ અંદાજે ૬૫૦ જેટલા પોલીસ સ્ટાફની બંદોબસ્ત ડયુટી આપવામાં આવેલ છે.
રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ECI ના TRENDS SOFTWARE ની મદદથી કરવામાં આવશે.
કુલ ૧૨,૬૦,૭૬૮ મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે.
મતગણતરી બાદ ચૂંટણીમાં વપરાયેલ ઈ.વી.એમ. ને સુરક્ષીત રીતે વેરહાઉસમાં જમા કરવામાં આવશે.
કલેકટરે જણાવેલ કે આ ઉપરાંત ૧રાા હજારથી વધુ પોસ્ટલ બેલેટ પેપરની મતગણત્રી થશે, તેમજ ઇવીએમના મતોની ગણત્રી બાદ વિધાનસભા બેઠક દીઠ પાંચ-પાંચ વીવીપેટના મતોની પણ ગણત્રી થશે, પત્રકાર પરીષદમાં એડી. કલેકટર ચૂંટણી શ્રી નારણ મુછાર, એડી. કલેકટરની ચેતન ગાંધી તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.(૯.ર૮)
કાઉન્ટીંગ સેન્ટર ખાતે ફાળવવામાં આવેલ બિલ્ડીંગ રૂમની વિગત નીચે મુજબ છે.
વિ.મ.વિ.નો નંબર બિલ્ડીંગનું નામ કુલ મતદાર રાઉન્ડની
અને નામ અને ફલોર મથકોની સંખ્યા સંખ્યા
પોસ્ટલ બેલેટ પર E.C.Bidg GF 10-Rajkot PC -
૬૭-વાંકાનેર E.C.Bidg GF ૩૦૩ રર
૭૧-રાજકોટ ગ્રામ્ય E.C.Bidg GF ૩૮૧ ર૮
(અ.જા.)
૬૬-ટંકારા I.C.Bidg GF ર૯૧ ર૧
૬૮-રાજકોટ પૂર્વ I.C.Bidg GF રપ૪ ૧૯
૬૯-રાજકોટ પヘમિ I.C.Bidg GF ૩૧૦ ર૩
૭૦-રાજકોટ દક્ષિણ I.C.Bidg GF રર૮ ૧૭
૭ર-જસદણ I.C.Bidg GF રપ૯ ૧૯
મીડીયા રૂમ ઓડિટોરીયમ - Photo No
0281- 2991656,
2994465
કંટ્રોલ રૂમ એડમીન બિલ્ડીંગ - Photo No.
0281-2994788
(3:27 PM IST)










