<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અગ્નિશામક યંત્રો અને NOC માટે વેપારીઓને ખોટી રીતે હેરાન - પરેશાન કરતા નહિ : ચેમ્‍બર

કલેકટર અને મ્‍યુ.કમીશનરને રજુઆત કરતું ચેમ્‍બર

રાજકોટ, તા.૩: ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્‍યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે અને આવકારે છે.

પરંતુ ઘણા વેપારીઓની અમારી પાસે ફરીયાદ આવેલ છે કે તેઓ દ્વારા વષે ૨૦૧૯માં અગ્નિશામક યંત્રો માટે અરજીઓ કરેલ હતી ત્‍યારે તે સમયે કોઈપણ જાતનો પ્રતિસાદ મળેલ નહોતો અને આવી કોઈ જરૂરીયાત રહેતી નથી તેવું વહિવટી તંત્રો દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી હરહંમેશ વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્‍નોને વાચા આપી યોગ્‍ય ન્‍યાય મળે તે માટે કાર્ય કરી રહયું છે. ત્‍યારે હાલમાં અગ્નિશામક યંત્રો અને એનઓસીની કાર્યવાહી દરમ્‍યાન વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ વેપારીઓને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવા રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ દ્વારા ક્‍લેક્‍ટરશ્રી તથા મ્‍યુનિશીપલ કમિશનશ્રી સમક્ષ લેખિતમાં ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વેપારીઓને ખોટી રીતે હેરાન-પરેશાન કરશે તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી શાંત બેસશે નહી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ જણાવેલ છે કે જે કોઈ વેપારીઓને અધિકારીઓ આ બાબતે હેરાન-પરેશાન કરે તો વિના શંકોચે કોઈપણ જાતની શેહશરમ રાખ્‍યા વગર અમોને જાણ કરવી. જેથી વેપારીઓને યોગ્‍ય રીતે ન્‍યાય મળી શકે. સાથોસાથ સરકારી કામગીરીમાં તમામ વેપારીઓને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:43 PM IST)