News of Monday, 3rd June 2024
સંત શ્રી વેલનાથબાપુની જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ
ચુંવાળીયા કોળી બોર્ડીંગ ખાતે દર બુધવારે અને દર રવિવારે બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા. ૩ : સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ નિમિતે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા યોજવા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
તા.૭ જુલાઇના અષાઢી બીજે આયોજીત આ શોભાયાત્રાના આયોજનની તૈયારી માટે ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન, ૪-લાખાજીરાજ ઉદ્યોગનગર, ચુનારાવાડ ખાતે દર બુધવારે અને દર રવિવારે સાંજે પ થી ૮ મીટીંગોનો ધમધમાટ શરૂ કરાયો છે. જયાં વાહનોનના રજીસ્ટ્રેશનની કામગીરી પણ થશે.અષાઢી બીજના દિવસે જ્ઞાતિજનોએ પોતાના કામધંધા રોજગાર બંધ રાખી વધુને વધુ સંખ્યામાં શોભાયાત્રામાં સામેલ થવા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ દેવાંગભાઇ કુકાવા, મહામંત્રી દીપકભાઇ બાબરીયા, ઇન્ચાર્જ દેવભાઇ કોરડીયાએ અનુરોધ કર્યો છે.આ વર્ષે રપ મી રથયાત્રા તા. ૭ ના સવારે ૯ વાગ્યે રાજકોટ બહુમાળી ચોકથી પ્રસ્થાન પામી શહેરના નિયત કરાયેલ રૂટ ઉપર ફરશે. રથયાત્રામાં જોડાવા કે સહયોગી બનવા વધુ માહીતી માટે મો.૯૦૩૩૫ ૧૮૯૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(5:15 PM IST)










