News of Tuesday, 4th June 2024
કેન્દ્રીય મંત્રી રાજકોટમાંથી ચૂંટાયા હોય તેવી પ્રથમ ઘટના
ઘનશ્યામભાઇ ઓઝા, ડો.કથીરિયા અને મોહનભાઇ કુંડારિયા ચૂંટાઇને કેન્દ્રમાં મંત્રી બન્યા હતાઃ રૂપાલા કેન્દ્રીય મંત્રી તરીકે લડીને ચૂંટાયા

રાજકોટ,તા. ૪: ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં રાજકોટ લોકસભા બેઠક પર જેટલી ચૂંટણી થઇ તેમાં ચૂંટણી સમયે કેન્દ્રીય કેબીનેટ મંત્રી હોય અને ફરી ચૂંટણી જીત્યા હોય તેવું પ્રથમ વખત બન્યુ છે. કેન્દ્રના ડેરી ઉદ્યોગ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ ચૂંટણી જીતીને નવો ઇતિહાસ સર્જયો છે. જોગાનુંજોગ શ્રી રૂપાલા પોતે અને તેમના નિકટના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણી બંને અમરેલીના વતની છે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રી રૂપાલાનું નામ માર્ચના પ્રારંભ ઉમેદવારોની પહેલી યાદીમાં જ જાહેર થયેલ. તેમને પ્રચાર માટે સવા બે મહિના જેટલો સમય મળ્યો હતો.
ભૂતકાળમાં રાજકોટમાંથી ચૂંટાઇને ઘનશ્યામભાઇ ઓઝા, ડો.વલ્લભભાઇ કથીરિયા અને મોહનભાઇ કુંડારિયા, કેન્દ્રીય મંત્રી બન્યા હતા. શ્રી રૂપાલા ભૂતકાળમાં ધારાસભા અને રાજ્યસભાની ચૂંટણી લડેલા કારકિર્દીની લોકસભાની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડીને વિજેતા બન્યા છે.
(5:09 PM IST)










