News of Tuesday, 4th June 2024
શહેરના ફલાય ઓવર, અન્ડરબ્રીજ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, રીક્ષા/ટેક્ષી સ્ટેન્ડની સ્વચ્છતા ઝુંબેશઃ ૧૪ ટન કચરાનો નિકાલ
‘‘નિર્મળ ગુજરાત ર.૦'' અંતર્ગત મનપા દ્વારા આયોજન

રાજકોટ તા. ૪: ભારત સરકાર દ્વારા વર્ષ-ર૦૧૪ માં શરૂ કરાયેલછ સ્વચ્છ ભારત મિશન ૧.૦, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રતોહન આપવા માટે નિમિત બની રહ્યું છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષર૦ર૬ સુધીમાં તમામ શહેરોને ‘‘કચરા-મુકત શહેરો''
બનાવવાના ઉદ્દેશય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતાએ સરકારી પ્રાથમિકતા રહી છે.
સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્વારા ‘‘નિર્મળ ગુજરાત ર.૦'' લોન્ચ કરવામાં આવેલ છે. ‘‘નિર્મળ ગુજરાત ર.૦''ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧ થી તા. ૧પ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયઢોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં આવેલ ફલાયઓવર, અન્ડરબ્રીજ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, રીક્ષા/ટેક્ષીસ્ટેન્ડની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ રપર સફાઇ કામદાર મારફત સફાઇ ઝુંબેશ કરેલ જેમાં કુલ ૧૪.૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.
ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ/સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકાલકટર/સેનેટરી સબ ઇન્પેવિઝનકટર દ્વારા કરવામાં આવેલ.
(5:33 PM IST)










