<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

શિક્ષકોની લાગણી, સકારાત્‍મક વલણ અને શ્રેષ્‍ઠ શિક્ષણ બાળકોના ભાવિ માટે ખૂબ ઉપયોગીઃ નવનાથ ગવ્‍હાણે

રાજકોટ જિલ્લા કક્ષાની સક્ષમ શાળા તાલીમમાં ડી.ડી.ઓ.નું માર્ગદર્શન

રાજકોટ,તા. ૮: જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ શ્રી નવનાથ ગવ્‍હાણે દ્વારા આજરોજ ‘સક્ષમ શાળા' જિલ્લા કક્ષાની તાલીમમાં શિક્ષકોને તલસ્‍પર્શી અને પ્રેરણાસભર માર્ગદર્શન પૂરું પડેલ છે. રાજકોટ જિલ્લા સરકારી શાળાઓમાં ઉત્‍કૃષ્ટ પરિણામ મેળવતા બાળકોના પાયામાં શિક્ષકો દ્વારા અપાતું ગુણવતાલક્ષી શિક્ષણ છે. સમાજમાં પ્રતિષ્ઠિત અને સુસંસ્‍કારી નાગરિક બનાવવા માટેની જવાબદારી શિક્ષકોના શિરે છે. શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણથી બાળકો ભવિષ્‍ય સારા નાગરીકો તરીકે સાબિત થતા હોય છે.

તાલીમનું મહત્‍વ સમજાવતા ડી.ડી.ઓ.એ જણાવેલ કે, તાલીમમાં વિચારોની આપલે, વધુ સારી માહિતી મેળવવાની ઉત્‍કંઠા અને હવે પછી કરવાના કાર્યની યોગ્‍ય દિશા શિક્ષણથી મળે છે. શાળાકક્ષાએ શિક્ષકોની બાળકો પ્રત્‍યેની લાગણી, સકારાત્‍મક વર્તન અને ગુણવતાયુક્‍ત શિક્ષણ બાળકોના સુવર્ણ ભવિષ્‍ય માટે ખુબ ઉપયોગી છે.

તદુપરાંત જેન્‍ડરબાયસમુક્‍ત વાતાવરણ અને શાળામાં શૈક્ષણિક કાર્ય પધ્‍ધતિઓ પર પણ તેમની દ્વારા પ્રકાશ પાડવામાં આવેલ. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળા કક્ષાએ POCSO ACT અંતર્ગત બાળકોને ખાસ ગુડ ટચ - બેડ ટચ વિશેનો સ્‍પષ્ટ ખ્‍યાલ અપાવો જોઈએ તે પર ભાર મુકવામાં આવેલ. ‘શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ એટલી સુંદર અને અસરકારક હોય જેથી વિદ્યાર્થીને વિષય પ્રત્‍યે રૂચી જાગે અને ઉત્‍કૃષ્ટ પરિણામ મેળવી શકે' જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દીક્ષિત પટેલસાહેબ દ્વારા મોકડ્રીલ તાલીમને નિહાળવામાં આવી અને શાળાઓમાં પણ સલામતી બાબતે નક્કર પગલાઓ લેવાય અને સલામતી અને સ્‍વચ્‍છતા અંગે વધુ જાગૃતિ સભર કાર્યક્રમો થાય એ આવકાર્ય છે. ‘સક્ષમ શાળા' તાલીમ દરમિયાન મુખ્‍ય ચાર ઘટકો સ્‍વચ્‍છ, હરિત, સલામતી અને સ્‍થાયીનો ખ્‍યાલને સમજી સમાવેશી શિક્ષણ સાથેની સલામત શાળાના હેતુને સાર્થક કરવાના રહેશે

(11:46 AM IST)