<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

આર્યન ઠકકરે નિટમાં જવલંત સિધ્‍ધિ મેળવી

ડો. હિમાંશુ ઠક્કર અને ડો. કૃપાબેન ઠક્કરના પુત્ર : બાયોલોજીમાં ૩૬૦માંથી ૩૬૦, કેમેસ્‍ટ્રીમાં ૧૮૦માંથી ૧૭પ માર્કસ

રાજકોટ :  અત્રે રાજકોટના વતની અને જાણીતા ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર અને ડેન્‍ટલ સર્જન ડૉ કૃપા બેન ઠક્કર ના સુપુત્ર આર્યન હિમાંશુ ઠક્કરે નિટ-૨૦૨૪ મા  ૭૦૦/૭૨૦ રેકોર્ડ બ્રેક સ્‍કોર કરી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે, આ  તકે  ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ  ગણાત્રા એ આર્યન ને  તેના ઉજ્જવળ ભવિષ્‍ય માટે આશીર્વાદ આપ્‍યા હતા. આર્યન રાજકોટની પ્રીમિયર સ્‍કૂલના વિદ્યાર્થી છે,  તેમણે બાયોલોજી વિષયમાં  ૩૬૦/૩૬૦ માર્કસ, ફિઝિક્‍સ મા ૧૬૫/૧૮૦ અને  કેમિસ્‍ટ્રીમા  ૧૭૫/૧૮૦ માર્કસ મેળવી અથાગ પરિશ્રમ અને ખંતથી આ સિદ્ધિ મેળવી છે. આર્યન પણ તેમના પિતા ડૉ. હિમાંશુ ઠક્કરની જેમજ સર્જન બનવાની ઇચ્‍છા ધરાવે છે,તેમના ઉપર શુભેચ્‍છા વરસી રહી છે. મો ૭૯૯૦૧૫૩૭૯૩.

(2:12 PM IST)