<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

મકાન બનાવી આપવાની લાલચ આપી વૃધ્‍ધા સહિત બે લોકો સાથે રૂા. ૩૯ લાખની છેતરપિંડી

નિર્મળા રોડ જલારામ પ્‍લોટમાં રહેતા વૃધ્‍ધા બીલેન્‍ડાબેન હાઇલેન્‍ડ (ક્રીચ્યન)ની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ સોમનાથ સોસાયટીના જીતેન્‍દ્ર મારૂ સકંજામાં

રાજકોટ,તા. ૮: શહેરના નિર્મલા રોડ પર જલારામ પ્‍લોટમાં રહેતા વૃધ્‍ધ અને મવડી એંસી ફુટ રોડ અવસર એપાર્ટમેન્‍ટમાં રહેતા પ્રૌઢને મકાન બનાવી આપવાની લાલચ આપી મકાન બનાવવા માટે પૈસા લઇ લીધા બાદ અન્‍યને તે મકાન વેંચી નાખી છેતરપિંડી આચરનાર સોમનાથ સોસાયટીમાં રહેતા શખ્‍સ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નિર્મલા રોડ પર જલારામ પ્‍લોટ ૩૧/બીમાં રહેતા બીલેન્‍ડા એસ્‍ટનભાઇ હાઇલેન્‍ડ (ઉ.વ.૬૪) (ક્રીચ્યન) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં રૈયા ટેલીફોન એકસચેન્‍જની બાજુમાં સોમનાથ સોસાયટી શેરી નં. ૧માં રહેતા જીતેન્‍દ્ર કુંવરજીભાઇ મારૂ સામે ફરિયાદ નોંધાવી છે. વૃધ્‍ધાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે પતિ સાથે રહે છે. ૨૦૧૬ની સાલમાં પોતે આર.કે.સી. કોલેજમાં નોકરી કરતા હતા તે વખતે પોતાને મકાન ખરીદ કરવુ હોય જેથી કોલેજમાં નોકરી કરતા બાસુભાઇ તંગ જાગને વાત કરતા તેણે પોતાને જીતેન્‍દ્ર કુવરજીભાઇ મારૂ (રહે. સોમનાથ સોસાયટી) સાથે ઓળખાણ કરાવી હતી. અને પોતે તેને મકાન ખરીદ કરવા બાબતે વાત કરતા તેણે કહેલ કે ‘અમારી ટૂંક સમયમાં કાલાવડ રોડ પર ડ્રીમલેન્‍ડ ફાર્મહાઉસ કલાસીક રેસીડેન્‍સીની અંદર ચાલુ થવાની છે તો તમે મારી સાથે જગ્‍યા જોવા માટે આવો' તેમ વાત કરતા પોતે પોતાની દીકરી તેમજ બાસુભાઇ તંગજાગ અને તેની પત્‍ની બધા આ જગ્‍યા જોવા માટે ગયા હતા. ત્‍યાં બીજા મકાનનું બાંધકામ ચાલુ હતું. ત્‍યાં પોતાને આ જીતેન્‍દ્રએ એક પ્‍લોટ બતાવેલ અને તેણે કહેલ કે ‘આ પ્‍લોઠ ખાલી છે અને આ પ્‍લોટ ઉપર હું તમને સરસ તમે કહો તે મુજબનું મકાન બનાવી આપીશ.' તેમ કરતા પોતે હા પાડી અને કેવા પ્રકારનું મકાન બનાવવું તે અંગે વાતચીત કરતા જીતેન્‍દ્રએ ‘આ મકાન રૂા. ૩૪ લાખમાં તૈયાર થશે.'તેમ જણાવ્‍યુ હતું. બાદ તા. ૧૮/૭/૨૦૧૬ ના રોજ જીતેન્‍દ્ર પોતાની પાસે આવેલ અને મકાનની સુથી અને શરૂઆતના બાંધકામ માટે રૂા. ૮ લાખ આપવા પડશે તેમ કહેતા પોતે પોતાના બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૮ લાખ ઉપાડીને આ જીતેન્‍દ્રને આપ્‍યા હતા. બાદ તેણે પોતાને કહેલ કે ‘હવે તમારા મકાનનું  કામ ચાલુ થશે' કહ્યુ હતું. બાદ કરીને પોતાના ઘરે આવી બીજા રૂા. ૬ લાખ માગતા પોતે તા. ૩૦/૧/૨૦૧૭ના રોજ રૂા. ૬ લાખનો ચેક આપતા તેણે કહેલ કે ‘હવે તમારા મકાનનું કામ ચાલુ થઇ ગયુ છે' તેમ વાત કરી હતી બાદ પોતે પરિવાર સાથે મકાન જોવા માટે ગયા ત્‍યારે મકાનનું કામ ચાલુ હતું. બાદ તા. ૧૪/૨/૨૦૧૭ના રોજ ફરી આ જીતેન્‍દ્રએ પૈસા માગતા પોતે તેને રૂા. ૨ લાખનો ચેક આપ્‍યો હતો. અને તેને ‘હજુ કેટલા દીવસ મકાન તૈયાર થતા લાગશે' તેમ પુછતા જીતેન્‍દ્રએ કહેલ ‘ટૂંક સમયમાં તમારા મકાનનું કામ ચાલુ થઇ જશે. તેવી વાત કરી તે દિવસો પસાર કરતો હતો પરંતુ મકાનનું કામ પુરૂ કરતો ન હતો અને વધારાના પૈસાની માંગણી વારંવાર કરતો હતો અને અવારનવાર તેને મકાનનું કામ પૂર્ણ કરવાનું જણાવતા જીતેન્‍દ્ર ધીમી ગતિએ મકાનનું બાંધકામ ચાલુ રાખ્‍યુ હતું. બાદ પોતે મકાનના દસ્‍તાવેજ કરી આપવાનું કહેતા તેણે દસ્‍તાવેજ ન કરી આપી ખોટા બહાના આપ્‍યા કરતો હતો. બાદ પાંચેક મહિના આ જીતેન્‍દ્ર મારૂએ આ મકાન બનાવ્‍યુ હતું. તે કોઇ બીજાને વેંચી દીધુ હોવાનું જાણ્‍યા મળ્‍યુ હતું. જેથી પોતે તેને ફોન કરતા તેણે ફોન ઉપાડયો ન હતો. જેથી પોતે પોતાની દીકરી અને વકીલ રશ્‍મીબેન શેઠ ત્રણેય તા. ૧૮/૩/૨૩ના રોજ સત્‍યસાઇ હોસ્‍પિટલ ખાતે ેના કરાટે કલાસીસ આવેલ છે ત્‍યાં મળવા ગયા ત્‍યારે તેને કહેલ કે ‘તમે અમારા બદલે બીજાને મકાન વેંચી નાખ્‍યુ ? તો હવે અમે જે પૈસા આપ્‍યા છે તે પાછા આપી દો' કહેતા જીતેન્‍દ્ર એકદમ ઉશ્‍કેરાઇ જઇ કહેલ કે ‘તમે વકીલને સાથે લઇને કેમ આવ્‍યા છો? હવે તેમને મકાન પણ નહી મળે અને પૈસા પણ નહીં મળે' તેમ કહી કાઢી મુક્‍યા હતા બાદ પોતાને જાણવા મળેલ કે આ જીતેન્‍દ્રએ બીજા ઘણા લોકો પૈસાથી આ રીતે પૈસા લઇ મકાન ન આપી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્‍યુ હતું. જેમાં ઉજ્જવલભાઇ વીરમભાઇ પટેલ (રહે. અવસર એપા.બ્‍લોક નં. એ/૫૦૨ ૮૦ ફુટ રોડ, મવડી) એ પણ આ જીતેન્‍દ્રએ મકાન કરવા માટે રૂા. ૨૩ લાખ આપેલ તેમને પણ હજુ સુધી મકાન બનાવી ન આપી છેતરપીંડી કર્યાનું જાણવા મળ્‍યુ હતું. આ અંગે વૃધ્‍ધાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્‍દ્ર કુવરજીભાઇ મારૂને સંકજામાં લઇ પી.એસ.આઇ એસ.બી.જાડેજા તથા રાઇટર વિશ્વરાજસિંહ જાડેજાએ પુછપરછ હાથ ધરી છે. અગાઉ પણ આ જીતેન્‍દ્ર મારૂએ ખોડુભાઇ સામતભાઇ મુંધવા સાથે વર્ષ ૨૦૧૦માં છ ફલેટ અને ચાર દુકાન આપવાનો વાયદો કરી રૂા. ૫૦ લાખની છેતરપીડી આચરતા ક્રાઇમ બ્રાંચે જીતેન્‍દ્ર સામે કાર્યવાહી કરી હતી.

(3:58 PM IST)