<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

છેલ્લા ૭ દિ'માં ફાયર NOC-BU વિનાના ૪૪૪ એકમોને તાળા

૧૧૩૬ સ્‍થળોની ચકાસણી : મિલ્‍કતોના સીલ ખોલવા ૩૬૪ અરજી : ર૬૪ ને શરતી મંજુરી

રાજકોટ,તા. ૮ :   મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ  હોસ્‍પિટલ, બિલ્‍ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્‍પલેક્ષ, કોમ્‍યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્‍ય જાહેર સ્‍થળ તથા જ્‍યાં પબ્‍લિક એકત્ર થતી હોય તે વિસ્‍તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્‍યુનિ. કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩૦ થી તા.૦૭  સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૧૧૩૬ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૪૪૪ સંકુલો સીલ કરવામાં આવ્‍યા છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો પૈકી ૩૬૪ જેટલી અરજીઓ રજૂ થયેલ હતી. જે પૈકી ૨૬૪ અરજીઓ મંજુર કરવા મનપા દ્વારા રચવામાં આવેલ કમિટી દ્વારા કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવેલ છે. જોકે તેમાં શરતો મુકવામાં આવી છે જેમકે, જે એકમો સીલ થયા છે તેમાં અનધિકળત દબાણ કે માર્જિનમાં કરાયેલ દબાણ દૂર કરવા માટે, અને, અથવા ફાયર સિસ્‍ટમ ઈન્‍સ્‍ટોલ કરવા/રીપેર કરવા, અને અથવા છત ઉપરથી ડોમ દૂર કરવા/બેઝમેન્‍ટમાંથી દબાણ દૂર કરવા માટે જ ઉપરોક્‍ત સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે

(3:30 PM IST)