<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ટેક્ષી/મેકસી રૂલ ફોલો કરવા સમય આપો : સ્‍કુલ રીક્ષા-વાન ચાલકો

અન્‍ય જિલ્લાઓમાં સ્‍પીડો મીટર- બાંકડા સહીતના ટેક્ષી/મેક્ષીના મુદ્દે મંજુરી તો રાજકોટમાં કેમ નહીં? : આરટીઓ પાસે પુરતો સ્‍ટાફ નથી તો ૪ હજાર રીક્ષા-વાનને કયારે કલીયર કરી લેશે? : અન્‍યથા ૧૩ મીથી સ્‍વૈચ્‍છિક ધંધા બંધનું એલાન

રાજકોટ તા. ૮ : અમે પણ ટેકસી/મેકસી સહીતના આરટીઓના નિયમોને ફોલો કરવા તૈયાર છીએ, પરંતુ બધુ રેગ્‍યુલાઇઝ કરવા થોડો સમય આપવામાં આવે તેવી રાજકોટ શહેર સ્‍કુલવાન એસોસીએશને માંગણી ઉઠાવી છે.

આર.ટી.ઓ. અધિકારી, પોલીસ કમિશ્‍નર અને ટ્રાફીક અધિકારી સમક્ષ સ્‍કુલ રીક્ષા-ઇકો-વાન ચાલકોએ એવી રજુઆત કરી છે કે અમે શાંતિથી નિયમમાં રહીને ધંધો કરવામાં માનીએ છીએ. શાળાના બાળકોનું પરિવહન કરી રોજી રોટી રળીએ છીએ.  શહેરમાં ૪૦૦૦ થી વધુ સ્‍કુલવાન-રીક્ષા-ઇકો ચાલે છે. તા. ૧૩ જુનથી નવુ સત્ર ચાલુ થવામાં છે. ત્‍

પરંતુ હાલ સ્‍કુલ રીક્ષામાંથી બાંકડા દુર કરી દેવા અને ટેક્ષી/મેકસીના નિયમોનુ ં પાલન કરવા જે રીતે આર.ટી.ઓ. દ્વારા દબાણ શરૂ કરાયુ છે તે ગેરવ્‍યાજબી છે. 

સ્‍કુલવાન ચાલકોએ જણાવ્‍યુ હતુ કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત બધે જ સ્‍પીડો મીટર, બાંકડા સહીત ટેકસી/મેક્ષી થાય છે તો એકલા રાજકોટ શહેરમાં જ શા માટે વાંધો ઉઠાવવામાં આવ્‍યો? જો બાકડા દુર કરી દેવામાં આવે તો સ્‍કુલના વિદ્યાર્થીઓને બેસાડવા કઇ રીતે? તેવો સવાલ સ્‍કુલવાન ચાલકોએ ઉઠાવ્‍યો છે.

ટેક્ષી/મેકસીનો વિમો મોડલ પ્રમાણે સીટીંગ પ્રમાણે ૨૦ થી રપ હજાર આવે છે. તે પણ અમે ભરવા તૈયાર છીએ. વીમા સીટીંગ પ્રમાણે હોય છે. એટલે કે ૭+૧ હોય તો આઠ વ્‍યક્‍તિનો વીમો મળે, જયારે સરકાર ૧૨ બાળકો બેસાડવાની મંજુરી આપે છે. તો ઉપરના ૪ બાળકોની જવાબદારી કોની?

વાન અને રીક્ષા સુઓમોટો પીટીશનના ચુકાદામાં નામદાર હાઇકોર્ટે પણ સ્‍પષ્‍ટ કર્યુ છે કે ઓટોરીક્ષા/વાનમાં ઉતારૂ કમ્‍ફોર્ટમાં વધારાની બેઠક વ્‍યવસ્‍થા કરવાની રહેશે. વાહન વ્‍યવહાર કમિશ્‍નરશ્રી દ્વારા પણ આવો પરીપત્ર જાહેર કરાયો છે. તેમ છતા આજે રીક્ષામાંથી વધારાની બેઠક વ્‍યવસ્‍થા દુર કરવા શા માટે દબાણ થઇ રહ્યુ છે?

આખા ગુજરાતમાં સ્‍કુલવાન/ઇકોમાં બાંકડાની છુટ હોય તો રાજકોટના જ સ્‍કુલવાન ચાલકોને શા માટે કનડગત કરવામાં આવે છે.

હાલ આર.ટી.ઓ. દ્વારા નિયમ અનુસાર પાસીંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે. પરંતુ તેમની પાસે પુરતો સ્‍ટાફ તો છે નહીં. તા.૧૩ જુનથી શાળાઓ ખુલી રહી છે. આર.ટી.ઓ. કદાચ દરરોજ રપ રીક્ષાઓ રેગ્‍યુલર કરે તો પણ આ આંકડો માંડ ૫૦૦ સુધી પહોંચે. બાકીના રેગ્‍યુલાઇઝ વગર વંચિત રહી ગયેલા સ્‍કુલ રીક્ષા-વાન ચાલકોએ શું કરવાનું? શું એમણે નાછુટકે દંડનો ભોગ બનવાનું? શહેરભરમાં ૪ હજારથી વધુ સ્‍કુલ રીક્ષા-વાન છે. આ બધા વાહનોને રેગ્‍યુલાઇઝ કરતા એક થી દોઢ મહીનો તો લાગી જ જાય.

ત્‍યારે અમે પણ નિયમ પાલન માટે તૈયાર છીએ. પરંતુ થોડો સમય આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અન્‍યથા ના છુટકે તા. ૧૩ જુનથી સ્‍વૈચ્‍છિક રીતે સ્‍કુલરીક્ષા-વાન ચાલકોએ ધંધા બંધ રાખવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા રાજકોટ શહેર સ્‍કુલવાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહીલ (મો.૯૩૭૪૧ ૧૩૭૪૫), ઉપપ્રમુખ જયરાજસિંહ રાઠોડ (મો.૯૮૯૮૯ ૯૨૯૯૯), રમેશભાઇ ડાભી, અજયભાઇ બોરીચા, મુરાદ દલવાણી, જયેશભાઇ સબાડ, દીપકભાઇ ગઢવી, અશોકસિંહ જાડેજા, વજુભાઇ પરમાર, બાબુભાઇ રાતડીયા, મનોજભાઇ પરમાર, છગનભાઇ સોહલા, અરવિંદભાઇ ગોહેલ વગેરે તેમજ મીડિયા સમક્ષ પોતાની સમસ્‍યા વર્ણવવા બહોળી સંખ્‍યામાં ઉમટી પડેલ સ્‍કુલરીક્ષા-વાન ચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

અમે જ બાળકોના બીજા વાલી

સ્‍કુલ રીક્ષા-વાન ચાલકોએ જણાવ્‍યુ હતુ કે શાળાએ જતા બાળકોને તેમના વાલી રીક્ષામાં બેસાડી દયે પછી બધી જવાબદારી અમે લઇએ છીએ. તેમને સમયસર શાળાએ પહોંચાડવા અને ફરી સમયસર ઘરે મુકી આવવાની ચિંતા અમારા ઉપર હોય છે. અમે પણ બાળકોના વાલીની જ ભુમિકા નિભાવીએ છીએ. બાળકોને મુશ્‍કેલી ન થાય તેની પુરી દરકાર લઇએ છીએ. છતાય અવાર નવાર અમને જ ગુનેગારની નજરથી શા માટે જોવામાં આવે છે? તેવા સવાલો સ્‍કુલ રીક્ષા-વાન ચાલકોએ ઉઠાવ્‍યા છે. (૧૬.૨)

કોરોના કાળમાં અમે એમ્‍બ્‍યુલન્‍સ જેવી સેવાઓ આપેલ એ કેમ ભુલી જવાય છે

સ્‍કુલવાન-રીક્ષા ચાલકોએ જણાવ્‍યુ હતુ કે કોરોનાના કપરા કાળમાં અમે જે સેવાઓ આપી તે કેમ ભુલી જવાઇ છે. જયારે કોરોનાનો પીક સમય હતો ત્‍યારે મ્‍યુ. કોર્પોરેશનની અપીલ ધ્‍યાને લઇ અમે ૮૦૦ ગાડીઓ સેવામાં જોડી દીધી હતી. એમ્‍બ્‍યુલન્‍સની અવેજીમાં સેવા આપી હતી. કોઇ ઘરની બહાર નિકળવા તૈયાર નહોતુ ત્‍યારે અમે જીવના જોખમે સેવા આપી હતી. કમસે કમ એ તો ધ્‍યાને લ્‍યો. તેમ સ્‍કુલવાન-રીક્ષા ચાલકોએ જણાવ્‍યુ હતુ.

(3:46 PM IST)