<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સર્વેશ્વર ચોકની દુર્ઘટનાનું પુનરાવર્તન પહેલા તંત્ર જાગેઃ જયુબેલી રોડ પરનો વોંકળો જર્જરીત

હજારો વાહન ચાલકોમાં ભયઃ પુલ નીચે સાવ તુટી ગયેલ છેઃ તાત્‍કાલીક રીપેર કરવા લતાવાસીઓની રજુઆત

રાજકોટ, તા., ૮: શહેરના જયુબેલી શાક માર્કેટ રોડનો વોકળા પાસેનો પુલ જર્જરીત હાલતમાં હોય આ તાકીદે રીપેર કરવા મ્‍યુનિ. કોર્પોરેશન, કલેકટર તંત્ર, મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છેકે થોડા પહેલા શહેરના યાજ્ઞીક રોડ પરના સર્વેશ્વર ચોકમાં આવેલ શીવમ-૧ અનેુ શીવમ-ર કોમ્‍પલેક્ષનો વોંકળાનો સ્‍લેબ ધરાશાયી થતા ૧૦ થી વધુ લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા અને ૧ મૃત્‍યુ થયું હતું. આ ઘટનાનું પુનરાવર્તન પહેલા તંત્ર જાગે.

આ અંગે વિસ્‍તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, જયુબેલી શાક માર્કેટ રોડ, ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર અને મમતા મેડીકલ સ્‍ટોર્સની વચ્‍ચે આવેલ અને મોચી બજારને જોડતો વોકળાનો પુલ ૭પ વર્ષ જુનો છે. પુલ ખુબ જ જર્જરીત હાલતમાં થઇ ગયેલ છે. પુલમાં ગાબડા પડી ગયેલ છે. અને આ પુલ નીચેથી સાવ તુટી ગયેલ છે. આ જુનો પુલ ગમે ત્‍યારે તુટી પડવાની સંભાવના છે. પુલ ઉપરથી લાખો માણસો અને વાહનો પસાર થાય છે. તો આ પુલને તાત્‍કાલીક રીપેર કરવામાં નહી આવે તો ગમે ત્‍યારે ખુબ જ મોટી સંખ્‍યામાં જાનહાનીની દુર્ઘટના થઇ શકે છે.

આ પુલની  સમય મર્યાદા પુર્ણ થઇ ગયેલ છે. આ પુલ ઉપર કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા પુલની લોડ બેટીંગ કેપેસીટી ચકાસી તાકીદે પુલ રીપેર કરાવવા લતાવાસીઓની માંગ છે.

(3:48 PM IST)