News of Saturday, 8th June 2024
ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

ચાતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક, કીટ વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાય ગયો. અતિથિ વિશેષ ડો. નરેન્દ્રભાઇ દવે અને દતાઓના હસ્તે આ વિતરણ કરવામાં આવેલ. સમગ્ર સંચાલન કૃપાબેન વિમલભાઇ ત્રિવેદી અને શ્રૃતિબેન હિતેષભાઇ ત્રિવેદીએ કરેલ. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ વિમલભાઇ ત્રિવેદી, મંત્રી ગૌતમભાઇ ત્રિવેદી અને નવ નિયુકત કમીટીએ જહેમત ઉઠાવી હતી.
(3:51 PM IST)










