<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રૈયાધારમાં કાળુ દેત્રોજાને બંટી સહિતે ઢીકાપાટુ મારી પથ્‍થરથી ફટકાર્યો

તું રાજેશ બીજલનો સાળો છો? એવુ પુછ્‍યું, હા પાડતાં જ હુમલો કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૮: રૈયાધારમાં સરકારી ક્‍વાર્ટર પાછળ ભાડેથી રહેતાં અને મચ્‍છીમારી કરી ગુજરાન ચલાવતાં કાળુ રતુભાઇ દેત્રોજા (ઉ.વ.૩૫)ને તે સાંજે રૈયાધાર નજીક વેડવાના લત્તામાં જતાં ત્‍યાં બંટી નામના શખ્‍સે તેને ‘તું રાજેશ બીજલનો સાળો છો ને?' તેમ પુછતાં તેણે હા પાડતાં જ બંટી સહિતનાએ ઢીકાપાટુનો બેફામ માર મારતાં અને પાણકાના ઘા કરી ઇજા પહોંચાડતાં પોતે ભાગી નીક્‍ળ્‍યો હતો અને પત્‍નિને જાણ કરતાં પોતાને હોસ્‍પિટલે લાવવામાં આવ્‍યો હતો. તેમ તેણે જણાવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:12 PM IST)