News of Saturday, 8th June 2024
નીટની પરીક્ષામાં રાજકોટની ફોટોન ઇન્સ્ટીટયુટનો ઉત્કૃષ્ટ દેખાવ
ઝાલા હિલરાજસિંહે ૭ર૦ માર્કમાંથી ૬૮૬ માર્ક મેળવ્યા

રાજકોટ તા. : એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય સ્તરની નેશનલ એલિજિબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટની ખ્યાતી પ્રાપ્ત અને રિનીટ માટેની સંસ્થા ફોટોન ઇન્સ્ટિટયૂટે ઉચ્ચતમ પરિણામ દ્વારા રાજકોટ શિક્ષણ જગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
ફોટોન ઇન્સ્ટીટયુટ ફોર નીટના અશોકભાઇ પાંભર (મો. ૭૬૦૭૬ પ૪રપ૪) અને રમેશભાઇ પાંભરે જણાવ્યું હતું કે, રીનીટની પાયાથી લઇ સંપુર્ણ ચીવટથી તૈયારી કરાવતા ફોટોન ઇન્સ્ટીટયુટના વર્ષ ર૦ર૪ ની ૧૦૦ વિદ્યાર્થીઓની બેચનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. જેમાં ઝાલા હિલરાજસિંહએ ૭ર૦ માર્કમાંથી ૬૮૬ માર્કસ મેળવ્યા છે. એ જ રીતે કૈલા દ્રષ્ટીએ ૬પ૩ જયારે વાળા પ્રાદિત્યસિંહે ૬પર માર્કસ મેળવ્યા છે.
ર૦ર૪ ની પરીક્ષામાં ફોટોન ઇન્સ્ટીટયુટ ફોર નીટના ૬પ૦ થી વધુ માર્કસ લાવનાર ૪ વિદ્યાર્થી, ૬૦૦ થી વધુ ૧૩,પપ૦થી વધુ ર૩ અને પ૦૦ થી વધુ ૩૭ વિદ્યાર્થીઓ માર્કસ લાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓને વર્ષ ર૦ર૩ નીટની પરીક્ષામાં ર૦૦ કે ૩૦૦ ની અંદર માર્કસ આવ્યા હોય, ફોટોન ઇન્સ્ટીટયુટની દિશા દ્રષ્ટીથી તેમના પરિણામ પ૦૦ ઉપર પહોંચી ગયા હોવાનું તેઓ જણાવ્યું છે.
(4:29 PM IST)










