News of Saturday, 8th June 2024
સજાના વોરન્ટમાં બે વર્ષથી ફરાર રીતેશ મોરજરીયા પકડાયો
હેડકોન્સ. શબ્બીરભાઇ મલેક અને મનિષભાઇની બાતમી

રાજકોટ તા. ૮: બે વર્ષ પહેલા રાજકોટના જજશ્રી બી. કે. દસોદીની કોર્ટમાંથી ફોજદારી કેસમાં સજાનો હુકમ નીકળતાં બાદ ગીત ગુર્જરી સોસાયટી-૩માં રહેતાં રિતેશ દિલીપભાઇ મોરજરીયા સતત ફરાર હોઇ તેને ગાંધીગ્રામના હેડકોન્સ. શબ્બીરભાઇ મલેક અને મનિષભાઇ મકવાણાની બાતમી પરથી પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા, એએઅસાઇ ધર્મેન્દ્રસિંહ રાણા, મશરીભાઇ ભેટારીયા, અમિતભાઇ કોરાટ, રઘુવીરસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા, પ્રદિપભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.
(4:17 PM IST)










