<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

તંત્ર - સતાધીશો અમારો અવાજ સાંભળજો ચોમાસુ ટૂંક સમયમાં શરૂ થાય છે જાવું કયાં ?

હાઉસીંગ બોર્ડમાં રહેતા અનેક મહિલાઓને કેન્‍સર, પેરાલીસીસ સહિતની બિમારીઓથી પીડાય છે

રાજકોટ : હાઉસીંગ બોર્ડના રહેવાસીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે તંત્ર દ્વારા બે દિવસમાં કવાર્ટર ખાલી કરી દેવાની નોટીસ આપવામાં આવી છે અહિં આશરે ૭૦૦ કવાર્ટરમાં પાંચ હજાર જેટલા પરિવારો નિવાસ કરે છે.

રહેવાસીઓ પોતાની દર્દભરી વાત કરતા જણાવે છે કે ચોમાસુ માથે આવે છે. આગામી દિવસોમાં વરસાદ ચાલુ થઇ જશે, આટલા ટૂંકાગાળામાં ઘર છોડી બીજે રહેવા જાવું કયા ?

વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તાત્‍કાલીક ધોરણે કેવી રીતે ગોઠવવી, તંત્ર દ્વારા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવી આપે તેવી અરજ છે.

આ ઉપરાંત આ કવાર્ટરમાં રહેતા પરિવારોમાં અનેક મહિલાઓ તો કેન્‍સર, બ્‍લડપ્રેશર, પેરાલીસીસ જેવી બીમારીઓથી પિડાય રહ્યા છે તાત્‍કાલીક ધોરણે કવાર્ટર ખાલી કરવાનો પ્રશ્‍ન આવતા આ મહિલાઓની હાલત પણ વધુ બગડી રહી છે.

આ લોકો સામાન્‍ય પરિવારોમાંથી આવતા હોય છે. માંડ પેટીયુ રળી ગુજરાન ચલાવતા હોય છે. આ બાબતે સતાધીશો અને તંત્ર અવાજ સાંભળે તેવી અપીલ કરાઇ છે.

( IST)