News of Monday, 10th June 2024
‘કાપડના વેપારી' ભુષણપ્રસાદ સૈનીએ ‘ગુરૂજી'નો સ્વાંગ રચી વિધીના બહાને દૂષ્કર્મ આચર્યુ, સોનાનો ઘડો કાલે કાઢી દઇશ કહી ભાગી ગયો
રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્સોઃ મહિલાને રૂમમાં ઉભી રાખી આખા શરીરે લીંબુ અડાડી ફેરવી પછી કહ્યું-ઇસકે અંદર સે ૪૫ કિલો સોના નીકલેગા!: પરિણીતાની નણંદને પંદર કરોડ બનાવી દેવાનું કહી ૮૦ હજાર પડાવ્યા'તાઃ ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં ઢોંગીને માંગરોળથી પકડયો : મુળ બિહારના અને હાલ જયપુર રહેતાં ૫૭ વર્ષના ઢોંગી બાબાને રિમાન્ડ પર લેવા તજવીજઃ અન્ય કારનામા ખુલવાની શક્યતાઃ મહિલાના સગા કે જે માંગરોળમાં રહે છે તેને ત્યાં વિધી કરી લક્ષ્મીજીની મુર્તિઓ, મહાદેવની મુર્તિઓ કાઢી, સોનાના મોતી કાઢી આપ્યાની વાતે મહિલાને લાલચ જાગી અને ઢોંગીનો ‘શિકાર' બની : મહિલાને બીજા રૂમમાં લઇ જઇ આંખો બંધ કરાવી નિર્વષા કરી મુખમૈથુન કરાવ્યું, પછી સુઇ જવા કહેતાં મહિલાને થયું ગુરૂજી વિધી કરશે, પણ તેણે દેહ પીંખી નાંખ્યો! : એક દિવસ મહિલાને વિધીના બહાને અર્ધનગ્ન કરી હાથ ફેરવ્યા પછી કહ્યું-‘અભિ શક્તિ મિલ નહિ રહી હૈ': આવુ છ દિવસ કર્યુ હતું ચોથી તારીખે વિધીના બહાને દૂષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી લઇ પાંચમીએ ગુરૂજીએ મહિલાના પતિને ફોન કરી ખાડો બુરી દેવા કહ્યું: સાંજે પોતે આવશે તેમ કહી ફોન બંધ કરી ભાગી ગયો'તો

રાજકોટ તા. ૫: વિજ્ઞાનના યુગમાં પણ અમુક લોકો કહેવાતા તાંત્રીકોની વાતોમાં આવી જતાં હોય છે અને છેતરાઇ જતાં હોય છે. શહેરની એક ત્રીસ વર્ષિય પરિણીતાને તેણીના ઘરમાં ૪૫ કિલો સોનુ દટાયેલુ છે તે શોધી આપવાના બહાને તેણી પાસેથી ૩૬ હજાર પડાવી તેમજ વિધીના નામે તેણી સાથે દૂષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી લઇ તેમજ આ પરિણીતાની નણંદ પાસેથી પણ તેણીને પંદર કરોડ રૂપિયા બનાવી દેવાની લાલચ આપી ૮૦ હજાર પડાવી લેતાં ઢોંગી અને કહેવાતા તાંત્રિક વિરૂધ્ધ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તેને માંગરોળથી દબોચી લીધો છે. રાજસ્થાનના જયપુરના ભાંગરોટા કમલા નહેરૂનગરમાં રહેતો મુળ પટણા બિહારનો ભૂષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની (ઉ.વ.૫૭) નામનો ગિલીન્ડર પોતાને ‘ગુરૂજી' તરીકે ઓળખાવતો હતો, તે કાપડનો વેપાર કરે છે. પણ રૂપિયા કમાવવા તાંત્રિકનો સ્વાંગ રચી લોકોને છેતરતો હતો. રિમાન્ડ મેળવી તેના વધુ આવા કારનામાઓને પોલીસ ઉઘાડા કરશે.
આ બનાવમાં પોલીસે ત્રીસ વર્ષની મહિલાની ફરિયાદ પરથી ગુરૂજી નામના તાંત્રિક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું હતું કે મારે એક સંતાન છે. મારા માતા-પિતા હયાત નથી. ભાઈ અમદાવાદ રહે છે. તેનાં માસીજીની પુત્રી હાલ માંગરોળ રહે છે. તેના ઘરે આજથી બે માસ પહેલા મારા સાસુ ગયા હતાં. જ્યાં મારા સાસુને માસીજીએ એવી વાત કરી હતી કે અમારા ઘરે એક ગુરૂજી આવ્યા હતા. જેને ઘરની જમીનની અંદર જો કિંમતી ચીજવસ્તુઓ કે ઝવેરાત હોય તો ખબર પડી જાય છે, અમારા મકાનમાંથી તેણે મહાદેવનાં પરિવારની મૂર્તિઓ, લક્ષ્મીજીની મૂર્તિઓ અને સોનાના મોતી કાઢી આપ્યા છે. આ વાત સાસુએ મને કરી હતી. એ પછી ગઇ તા. ૧૩ મેના રોજ મારા સાસુ અને માસીજીની પુત્રી મોરબી રોડ પર રહેતી તેની નણંદનાં ઘરે ગયા હતા એ દિવસે સાંજે સાસુએ સાસુએ કોલ કરી કહ્યું કે, ગુરૂજી હાલ રાજકોટમાં છે અને તેને ફોન કરાવી આપણા મકાને પગલા પાડવા બોલાવ્યા છે.
ત્યારબાદ થોડીવાર બાદ મારા સાસુ, નણંદ અને માસીજીની પુત્રી મારાં ઘરે આવ્યા હતા. સાંજે સાડા સાતેક વાગ્યે ગુરૂજી કારમાં તેનાં ઘરે આવ્યા હતા. ચા પીધા બાદ ગુરૂજીએ મને સાથે આવવા કહ્યું હતું. ત્યારબાદ મને સાથે રાખી મકાનમાં બધે આંટો મારી રૂમની પાછળ આવેલા મોટા ખુલ્લા રૂમમાં એક જગ્યાએ ઉભા રહી ‘ઇસકે અંદર સે ૪૫ કિલો સોના નીકલેગા' કહી બે લીંબુ મંગાવી મારા આખા શરીરે અડાડી, વિધી કરી લીંબુ કચરા પેટીમાં ફેંકી દેવા કહ્યું હતું. ત્યારબાદ તેણે મારી નણંદને કહ્યું કે હું તમને ૧૫ કરોડ બનાવી આપીશ, પરંતુ તમારે મને ૭૦ હજાર આપવા પડશે. આથી મારા નણંદે ગુરૂજીએ બતાવેલા સ્કેનર પર રૂપિયા ૭૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતાં. જ્યારે મારી પાસેથી તેણે ૩૫ હજાર માંગતા મેં રોકડા આપ્યા હતાં. બે દિવસ બાદ ગુરૂજી ફરીથી તેનાં ઘરે આવ્યા હતાં. આ વખતે મારા સાસુ, પતિ સહિતના ઓસરીમાં બેઠા હતાં. મને ગુરૂજી રૂમમાં લઇ ગયા હતાં. મને આંખો બંધ કરી બેસી જવાનું કહ્યા બાદ મારાં શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું.એટલું જ નહીં અડધા વષાો ઉતરાવી ફરીથી શરીર પર હાથ ફેરવી કહ્યું હતું કે ‘અભી શક્તિ નહીં મિલ રહી હૈ' આટલુ કરી તે જતા રહ્યા હતાં. છેલ્લે તા. ૪-૫-૨૪ના સાંજે આઠેક વાગ્યે ગુરૂજી ફરીથી મારા ઘરે આવ્યા હતા અને મને તથા પતિને પાછળનાં ખુલ્લા રૂમમાં લઇ જઇ ગયા હતાં. જ્યાં લાલ કટકો અમને સામ સામે પકડાવી વિધિ કરી હતી. ત્યારબાદ રૂમમાં જે ખાડો ખોદાવ્યો હતો. ત્યાં ચુંદડી, નાળીયેર, હળદરથી અગરબતી કરી વિધિ કરી હતી. સાથોસાથ આમાથી સોનુ ભરેલો હાંડો નીકળશે જે આવતીકાલે શુધ્ધ થઈ જશે પછી આપણે કાઢશું તેમ કહ્યું હતું.
ત્યારબાદ મને બીજા રૂમમાં લઇ ગયેલ અને મારા પતિને બહાર મોકલી દીધા હતાં. એ પછી રૂમની તમામ લાઇટો બંધ કરાવી હાથ આગળ ખોલી ઉભા રહેવા અને આંખો બંધ રાખવાનું મને કહી હારા સંપુર્ણ વષા ઉતરાવી નાખ્યા હતાં. ત્યારબાદ મને આખા શરીરે હાથ ફેરવી પાન ખવવડાવી નીચે બેસાડી જબરદસ્તીથી મુખમૈથુન કરાવ્યું હતું. આ પછી મને સેટી પર સુઇ જવાનું કહેતાં મને લાગ્યું કે ગુરૂજી કોઇ વિધી કરશે, પણ તેણે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી ગુરૂજીએ હવે આવતી કાલે સોનાનો ઘડો કાઢી દઇશ તેમ કહ્યું હતું અને જતાં રહ્યા હતાં.
ત્યારબાદ તા. ૫-૬-૨૪ના સવારે સાડા અગિયારેક વાગ્યે મારા પતિનેગુરૂજીને ફોન કરી કહેલુ કે તમે પાછળ રૂમમાં ખાડો ખોદેલ છે તે પુરી દો. આથી મારા પતિએ ખાડો બુરી દીધો હતો. સાંજે સાડા સાતેક વાગ્યે ગુરૂજી ફરી મારા ઘરે આવશે તેમ કહ્યું હતું. પરંતુ સાંજે ન આવતાં તેને ફોન કરતાં ફોન પણ બંધ આવતો હતો. આટલા દિવસો સુધી ગુરૂજીનો કોઇ સંપર્ક ન થતાં અંતે મેં પતિને વાત કરી હતી કે તા. ૪ના રોજ રૂમમાં વિધીના બહાને મારી સાથે ગુરૂજીએ બળજબરી કરી લીધી છે. આ પછી અમે ફરિયાદ કરવા ગયા હતાં. થતાં ફરિયાદ નોંધાવી હતી.
ભક્તિગનર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. વસાવા, એએઅસાઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હિતુભા ઝાલા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોબાઇલ લોકેશનને આધારે કહેવાતા ગુરૂજીને માંગરોળ તરફથી દબોચી લીધો છે. ઝડપાયેલો આ ગુરૂજી મુળ બિહાર પટાણના શાહપુર ગામનો વતની છે અને હાલ જયપુર રહે છે. પોતે કાપડનો ધંધો કરે છે. પણ સાથે થોડીઘણી તાંત્રિક વિધી જાણતો હોવાનું રટણ કરે છે. તેણે આ રીતે બીજા કેટલા શિકાર કર્યા છે? તે સહિતની વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થશે.
પોલીસે ભોગ બનનારના ઘરમાં ઢોંગી બાબાએ ખાડો ખોદીને દટાવેલી લાલ ચુંદડી, લાલ-પીળા દોરા, દિવેલીયુ, હળદર, અગરબત્તી સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી છે.
(4:29 PM IST)










