News of Monday, 10th June 2024
કાલે ત્રંબામાં સનાતન મહાસંમેલન
રાષ્ટ્રવ્યાપી સંગઠનની રચના થશેઃ દેવી-દેવતાઓના અપમાન સાંખી લેવાશે નહિં: વિવિધ ઉદેશો સિધ્ધ કરવા પ્રવળતિ ધમધમશે

સનાતન ધર્મ મહાસંમેલન અંગેની પત્રકાર પરિષદમાં પુ.મુકતાનંદબાપુ, પુ.હરિયાણી બાપુ, શંકર મહારાજ, ગીજુભાઇ ભરાડ, જતીનભાઇ ભરાડ વગેરે નજરે પડે છે.( તસ્વીર.સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧૦: આવતીકાલે ત્રંબા ખાતે સનાતન ધર્મ મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં રાષ્ટ્રવ્યાપી સંગઠનની ઘોષણા થશે. દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મના અપમાનો સાંખી લેવાશે નહિં. સંમેલન અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં પુ.મુકતાનંદબાપુ, પુ.હરિયાણીબાપુ, શંકર મહારાજ, ગીજુભાઇ ભરાડ વગેરેએ સંબોધન કર્યું હતું.
અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ના ત્રંબામાં સનાતન ધર્મ નુ મહાસંમેલન આગામી ૧૧જૂને સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મોટુ આયોજન ગુજરાતભર માંથી સંતો મહંતો મહામંડલેશ્વરો કથાકારો હાજર રહેશે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલન ના અધ્યક્ષસ્થાન રહેશે. હિન્દુ ધર્મ ના દેવી દેવતાઓં અને સનાતની સાધુ મહાપુરુષો ની અપમાનજનક ટિપ્પણી સહીત મુદે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય થશે. કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવ દેવીઓને નીચા ચિતરતા હોય તેની સામે પગલાં લેવાનો થશે નિર્ણય. ગુજરાત થી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠન ની રચના થશે. હિન્દુ ધર્મ સનાતન દેવી દેવતા સનાતન ધર્મા ના શાસ્ત્રીના વિષય માં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્ય માં અપમાનજનક ટિપ્પણી કરશે તેના ઉપર કાયદાકીય પગલ ભરવામાં આવશે. ધર્મ પરિવર્તન ના વિષય માં આ ટ્રસ્ટ કાર્યરત થશે.
(3:53 PM IST)










