News of Tuesday, 11th June 2024
મેરેજ હોલ, વાડીઓના માલીકોની ગુરૂવારે મીટીંગઃ ફાયર એનઓસી સહિતના પ્રશ્ને ચર્ચા

રાજકોટઃ શહેરમાં આવેલ તમામ જ્ઞાતિની વાડીઓ, સોસાયટીના કોમ્યુનિટી હોલ, ખાનગી માલિકીના મેરેજ હોલ તથા અન્ય સામાજિક સંસ્થાઓના હોલના તમામ પ્રમુખે મંત્રીઓ તથા અન્ય હોદ્દેદારો માટે તા. ૧૩ ગુરૂવારે સાંજે ૫ કલાકે સહકાર મેઇન રોડ ઉપર આવેલ ‘ભકિતહોલ' ખાતે મીટીંગ રાખેલ છે. જેમાં હાલની પરિસ્થિતીને લક્ષમાં લઇ, વાડીઓને સીલ કરવામાં આવેલ હોય, ફાયર એન.ઓ.સી. મેળવવા અંગેની કાર્યવાહી કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામા માટે તથા તમામ હોલ માલિકોના એસોસિએશનની રચના કરવા માટે હાજર રહેવા અપીલ કરાઇ છે.તસ્વીરમાં સતીષભાઇ વી.ગોહેલ, પાર્થ કાકડીયા, આકાશભાઇ પરસાણા, રણજીતભાઇ પી.ગોહેલ, દિલીપભાઇ કાચા, સંજયભાઇ ડાભી, નલીનભાઇ હીંગુ, બ્રીજેશભાઇ ગોરવાળીયા, ભીખુભાઇ ગોહેલ, અક્ષયભાઇ કાકડીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:58 PM IST)










