<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

વિંછીયા મુકામે રવિવારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની ચિંતન શિબિર

સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચા

રાજકોટઃ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત અને કોળી વિકાસ સંગઠન-ગુજરાતના સયુંકત ઉપક્રમે આયોજીત કારોબારી સમીતી બેઠક અને સમસ્ત કોળી સમાજ ચિંતન શિબીર નું આયોજન કરવામં આવેલ છે.આ બેઠકમાં સમસ્ત કોળી સમાજનું ચિંતન મંથન, કારોબારી બેઠક, ગુજરાત ભરમાં ચાલતા કોળી સમાજના સંગઠનોના પ્રમુખનું સન્માન સામાજીક, રાજકિય,સમાજ સુધારા જેવા વિષપો પર ચર્ચાવિચારણા કરવામાં આવશે... જેમાં ગુજરાત / સૌરાષ્ટ્ર માં ચાલતા તમામ સંગઠનો ના સ્થાપક તથા સમાજના આગેવાનો હાજર રહેશે.સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત અને કોળી વિકાસ સંગઠન-ગુજરાતના સ્થાપક મુકેશભાઇ રાજપરાના અધ્યક્ષસ્થાને વિછીયા કોળી સમાજ ભવન બોટાદ રોડ, મુકામે તા. ૧૬ ને શનિવારેસાંજે ૪: કલાકેઆયોજીત  આચિંતન શિબિરમાં કોળી અને ઠાકોર સમાજમાં આગેવાનોને આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે મો. ૯૭૨૩૩ ૯૭૮૩૩  ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:38 PM IST)