<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાજકોટનો લોકમેળો ‘રેસકોર્સ' મેદાનમાં થવાની શકયતા

કણકોટ-અટલ સરોવર સહિતની ૪ થી પ જગ્‍યાઓ તંત્રે જોઇ પરંતુ જમીન સમથળ નથીઃ તો વધુ પડતો ખર્ચ થઇ જાય : કલેકટરે પત્રકારોને કીધૂ હજુ જગ્‍યાઓ જોવાઇ રહી છે...નહી તો રેસકોર્સ મેદાન તો છે જઃ ભારે ભીડ થતી હોય તંત્ર એટલે સ્‍થળ બદલવા વિચારે છે... : સરકારી ગ્રાંટેડ સ્‍કુલોના સીલ ખોલવા અંગે કાલે કલેકટર સાથે જીલ્લા શિક્ષણાધીકારીની બેઠકમાં નિર્ણય : ઇશ્વરીયા પાર્કમાં બોટીંગ તથા અન્‍ય ડેવલોપમેન્‍ટ અંગે નવી એસઓપી બાદ કાર્યવાહી

સેન્‍ટ્રલ વેર હાઉસ સહિત બે કંપનીઓ જમીનો માંગી ઘેલા સોમનાથ ખાતે બગીચો -પગથિયા સહિતનું ડેવલપમેન્‍ટ પૂર્ણ

ઘેલા સોમનાથ ખાતે કલેકટરના માર્ગદર્શન હેઠળ વિશાળ ગાર્ડન, મીનળદેવીના મંદિર સુધી પગથીયા, મંદિર આસપાસ ચણતર કામ કરી ડેવલપ કરાયું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં રાજકોટના જગવિખ્‍યાત લોકમેળાની તૈયારીઓ અંગે જણાવ્‍યું હતું કે હજુ લોકમેળાની પ્રથમ મીટીંગની તારીખ ફાઇનલ થઇ નથી, આગામી દિવસોમાં મીટીંગ યોજી લેવાશે.

તેમણે જણાવેલ કે રાજકોટનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાય છે, પરંતુ ત્‍યાં ભારે ભીડ થાય છે, અને આ મેદની જોતા આ સ્‍થળ નાનુ પડે છે. આથી અમે કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ પાસે, અટલ સરોવર પાસે થઇને કુલ ૪ થી પ સરકારી જમીનની જગ્‍યાઓ જોઇ છે, પરંતુ એકપણ સ્‍થળે જમીન સમથળ નથી, અને જો સમથળ કરવા બેસીએ તો વધુ પડતો ખર્ચ થવાની શકયતા છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, હજુ જગ્‍યાઓ જોવાઇ રહી છે, નહી તો છેવટે રેસકોર્સ મેદાન તો છે જ...!!

ઇશ્વરીયા પાર્ક અંગે કલેકટરે જણાવેલ કે, હાલ ત્‍યાં બોટીંગ બંધ છે, નવી એસઓપીની રાહ જોવાઇ રહી છે, અને ત્‍યારબાદ કાર્યવાહી થશે, તેવી જ રીતે રાજકોટના લોકમેળામાં પણ નવી એસઓપી મુજબ અને યાંત્રિક સંપૂર્ણ  ચકાસણી મુજબ જ મામલતદારો દ્વારા ચેકીંગ બાદ કાર્યવાહી થશે.

સરકારી ગ્રાંટેડ સ્‍કુલોમાં પણ સીલ મારી દેવાયા છે, તે ખોલવા અંગે કલેકટરે જણાવેલ કે, કાલે જીલ્લા શિક્ષણાધીકારી સાથે મીટીંગ યોજી તમામ બાબતો ચકાસી નિર્ણય લેવાશે.

જમીનોની માંગણી અંગે કલેકટરે જણાવેલ કે સેન્‍ટ્રલ વેર હાઉસ માટે રેલ્‍વેના પાટા નજીક તથા એક કંપનીએ કુવાડવા ખાતે જમીન માંગી છે, તે અંગે કાર્યવાહી થઇ રહી છે.

ઘેલા સોમનાથ ડેવલપમેન્‍ટ અંગે કલેકટરે જણાવ્‍યું હતું કે મીનળ દેવીના મંદિર સુધીના પગથીયા, વિશેષ ગાર્ડન, મંદિર આસપાસ નિર્માણ કાર્ય કરી દેવાયું છે, ત્‍યાં ઘણું ડેવલોપમેન્‍ટ કરાયું છે.

(3:49 PM IST)