<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ડીલક્‍સ ચોકમાં લોકોના માથે લટકતી તલવારઃ વીજ થાંભલા ગમે ત્‍યારે ખાબકશે !

તંત્ર દ્વારા લોટ પાણીને લાકડા, વીજ થાંભલા માટી નાખી ઉભા કરી દેવાયા, ગમે ત્‍યારે ધરાશાયી થશે, લોકોમાં ફફડાટ

રાજકોટઃ શહેરમાં ઉપલાકાંઠે પારેવડી ચોક પાસે આવેલ ડિલક્‍સ ચોક માંથી નીકળો તો તમારી જવાબદારીએ નીકળજો, તંત્રએ કામમાં ભલે લોટ પાણીને લાકડા કર્યા હોઈ જવાબદારી તમારી જ આવશે  હજુ ટીઆરપી ગેમ ઝોનની આગ ઠંડી નથી થઇ ત્‍યાંતો તંત્રએ લોકો માથે મોત લટકાવી દીધું છે, રાજકોટના પારેવડી ચોક પાસે આવેલ ડિલક્‍સ ચોકમાં પીજીવીસીએલ દ્વારા નવા વીજ થાંભલા નાખવામાં આવ્‍યા છે એ સારી બાબત છે પરંતુ કેમ નાખ્‍યાએ મહત્‍વનું છે સ્‍થાનિક દુકાનદારો છેલ્લા આઠ દિવસથી ફરિયાદ કરતા હતા પણ કોઈ નક્કર પગલા ના લેવાયા પરંતુ અચાનક પીજીવીસીએલની ટિમ આવી ને વીજ થાંભલા માટી નાખી ઉભા કરી દેવાયા, હવે વરસાદી માહોલ આવી રહ્યો છે ત્‍યારે આ વીજ થાંભલા માટી નાખી ઉભા કરાયા છે, નિયમ મુજબ કોઈ પણ વીજ થાંભલો આરસીસી સિમેન્‍ટ નાખી ઉભા કરવાનો હોઈ પરંતુ પીજીવીસીએલની નિંભર તંત્રએ લોકોની માથે લટકતી તલવાર રાખી દીધી છે, આ વીજ થાંભલાઓ ક્‍યારે ધરાશાઈ થશે અને ક્‍યારે કોઈ નિર્દોષનો જીવ જશે તેની તંત્ર કદાચ રાહ જોઈ રહ્યું છે. (રિપોર્ટઃ નિલેશ શીશાંગીયા)

(10:37 AM IST)