<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મનપાને સુપરસીડ કરવાની માંગ સાથે 'આપ'નું હલ્લાબોલઃ ચક્કાજામ

ફાયર એનઓસી સહિતના મુદે બીન જરૂરી હેરાનગતિ બંધ કરવાની માંગણીઃ ડે.કમિશનરને આવેદનઃ ૮ની અટકાયત

આક્રોશ : રાજકોટમાં અગ્નિકાંડ બાદ સફાળી  જાગેલી રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ફાયર એનઓસી અને બાંધકામ પરવાનગી સર્ટીફીકેટ વિનાના મોલ, શાળા, હોસ્પિટલો, ઉદ્યોગો સહિતની મિલ્કતોમાં કડક કાર્યવાહીના આદેશ બાદ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  આ કામગીરી  આડેધડ શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરીએ ઘસી આવ્યા હતા એ સંવેદન સીલ સરકાર નહિ દયાહીન સરકાર, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સુપર સીડ કરો, મૃતકોના પરિવારને ૧ કરોડની સહાય સહિતના વિવિધ મુદ્ે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલને રજૂઆત કરી હતી અને ફાયર અંગે માર્ગદર્શિકા જાહેર કરી બીનજરૂરી હેરાનગતી બંધ કરવાની માંગ સાથે ઢેબર રોડ પર કોર્પોરેશન કચેરીના ચકકાજામ કરી રોષ વ્યકત કર્યો હતો. આમ આદમી પાર્ટી સેન્ટ્રલ ઝોનની કોર્પોરેશન કચેરીના કાર્યાલર્યાના ચોકમાં બેસી જતા વાહનની લાંબી કતારો લાગી ટ્રાફીક જામ થવા પામ્યો હતો. પોલીસે આઠ જેટલા કાર્યકરોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪ :.. ટી. આર. પી. ગેઇમઝોનમાં આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા કોમ્યુનિટી હોલ, સમાજની વાડીઓ, ટયુશન કલાસીસ, શાળા, કોલેજોમાં અને કોમર્શીયલ બિલ્ડીંગમાં ફાયર એનઓસી મુદે મ્યુનિ. કોર્પોરેશન આડેધડ સમય આપ્યા વિના ધડાધડ સીલ કરે છે.

ત્યારે ફાયર એઓસી અંગે માર્ગદર્શિકા જાહેર કરી બીન જરૂરી હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો સંવેદન સરકાર નહિ, દયાહીન સરકાર, મનપાને સુપરસીડ કરો સહિતના બેનરો સાથે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના ચોકમાં ચકકાજામ કર્યા હતાં. આ ચકકાજામના કારણે  કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે આપ દ્વારા ડેપ્યુટી કમિ. ને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં અગાઉ ભયંકર ભ્રષ્ટાચારના હિસાબે ફાયર વિભાગની કામગીરીમાં સવાલો ઉઠેલ જેમાં અરજદારની અરજી તારીખ અને ઇન્સ્પેકશન અને એન. ઓ. સી. સમયગાળો ચકાસવામાં આવશે તો તમામ વિગતો બહાર આવશે જેનો સુધારો કરીને પારદર્શક અને ઝડપથી કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા કરવી.

બિલ્ડીંગના વપરાશમાં કોઇપણ સળગી ઉઠે તેવી વસ્તુ કે રસોઇ થતી ન હોય ફર્નીચર કે ઇન્ટીરીયરમાં લાકડુ, કાપડ કે બેનરનો વપરાશ ન હોય, એકથી વધારે દરવાજા હોય બીલ્ડીંગની ઉંચાઇ એક જ માળ હોય છતાં સીલીંગ પ્રક્રિયા થાય છે જે ગેરવ્યાજબી છે આ બાબે વિવેક બુધ્ધીનો ઉપયોગ કરી અને ફાયર એનઓસીની મુકિતનો લાભ આપવો જોઇએ.

આ બાબતે એસઓપી બહાર પાડવી જોઇએ તેને અનુરૂપ કાર્યવાહી કરવાની જરૂરી છે. હાઇકોર્ટ કે ગુજરાત સરકાર અને સીટને કામગીરી દેખાડવા માટે આડેધડ સિલીંગ કરી અને તંત્ર કામગીરી કરતુ હોય તેવો હાવ ઉભો કરવામાં આવે છે આ કારણે સામાન્ય જનતાને હેરાનગતી થાય છે તે બાબતે તમામ પ્રક્રિયા નિયમાનુસાર કરવી જોઇએ.

તાત્કાલીક ધોરણે આ અંગે અમલ થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

(4:37 PM IST)