તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૭ સોમવાર
News of Friday, 14th June 2024
કોટડાસાંગાણી ખાતે વાછપરી ડેમ ઓવરફ્લો થવા અંગેની મોકડ્રીલ યોજાઈ
પૂરમાં ફસાયેલા વ્યક્તિઓ સહિત સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી તેમજ બચાવ કામગીરી કરાઈ

રાજકોટ:કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામે આવેલ વાછપરી ડેમ ઓવરફ્લો થઈ જતાં, નિચાણવાળા વિસ્તારમાં પાણીનું વહેણ પ્રસરવાની ભીતિ હોવા અંગે વાછપરી ડેમ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંચાઈ વિભાગ તરફથી ડેમ ઓવરફ્લો અંગે સાવચેત રહેવા અને પાણીના વહેણ પ્રસરવા અંગેનો ટેલીફોનિક જાણ કરતો મેસેજ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્થાનિક ટીમ દ્વારા પ્રાંત કચેરી રાજકોટ શહેર-૨ ખાતે તેની માહિતી આપી, ટીડીઓ કોટડા સાંગાણીને જાણકારી આપવા, ફાયર સ્ટેશન નગરપાલિકા ગોંડલને જાણ કરી તાત્કાલિક સ્થળે બચાવ કામગીરીના સાધનો સાથે ટીમને હાજર કરવા,તાલુકા હેલ્થ ઓફિસર
, સરપંચ, તલાટી કમ મંત્રીને સાવચેત કરી સ્થાનિક મેડિકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરી દરેક વિભાગે પોતાના લગત કામગીરી સંભાળી હતી. આ દરમિયાનમાં તાલુકામાં પૂરમાં ફસાયેલા વ્યક્તિઓને બચાવવા માટેની મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
(9:21 PM IST)










