<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ILT કોલેજને નેક દ્વારા B++ગ્રેડ

આચાર્ય નિદત્ત બારોટનું સફળ નેતૃત્‍વ ટ્રસ્‍ટી મંડળનું ગુણવતાયુકત શિક્ષણની નોંધ લેતી નેક કમિટી

રાજકોટ, તા. ૧૭ : પાંચ વર્ષ પહેલા જામનગરના ઓસ્‍વાલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ લેંગ્‍વેજ ટીચિંગ બી.એડ્‍. કોલેજનું સંચાલન રાજકોટ ખાતે  સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ ટ્રસ્‍ટને રાજય સરકાર દ્વારા સોંપવામાં આવ્‍યું હતું. એકપણ અધ્‍યાપક વગર આ કોલેજ ૨૦૧૮ જુન થી રાજકોટ ખાતે શરૂ થઈ. ટ્રસ્‍ટના સંચાલકો ડો ભદ્રાયુ વછરાજાની,  મુકેશ દોશી,  હરદેવસિંહ જાડેજા,  ઇન્‍દુભાઇ વોરા,  જયંતભાઇ દેસાઇ અને કોલેજના આચાર્ય ડો. નિદત્ત બારોટે બંધ થઈ ગયેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ લેંગ્‍વેજ ટીચિંગ અનુદાનિત બી.એડ્‍. કોલેજને પુનર્જીવિત કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. પાંચ વર્ષમાં આ કોલેજ સૌરાષ્‍ટ્રની એકમાત્ર અંગ્રેજી વિષયના શિક્ષકોને તાલીમ આપતી કૉલેજ બની. આ કોલેજમાં હાલ ૭ અધ્‍યાપકો સાથે યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશનની માન્‍યતા ધરાવતી કોલેજ છે. રાજકોટના હાર્દસમાં કાલાવડ રોડ પર સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલના પરિસરમાં કોલેજ કાર્યરત છે.

કોલેજની શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તાનું ગ્રેડેશન કરતી ભારત સરકારની સ્‍વાયત્ત સંસ્‍થા NAAC દ્વારા હાલમાં જ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ લેંગ્‍વેજ ટીચિંગના મૂલ્‍યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અભ્‍યાસક્રમ, ટીચિંગ ર્લનિંગ પ્રક્રિયા, સમાજ ઉપયોગી કાર્યક્રમો, વધારાનું પ્રશિક્ષણ આપતા મુદ્દાઓ, રમત ગમત અને કલા ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને મળતી મદદ, અને સંસ્‍થાને મળતુ નેતળત્‍વ જેવા મુદ્દાઓને ધ્‍યાને રાખી સતત બે દિવસ સુધી NAAC બેંગ્‍લોરથી આવેલા ત્રણ નિષ્‍ણાતો દ્વારા મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું.

નિષ્‍ણાતોએ પોતાનો અહેવાલ NAAC બેંગ્‍લોરને સોંપ્‍યો હતો. આ અહેવાલ ને આધારે NAAC બેંગ્‍લોર દ્વારા નિષ્‍ણાતોની સમિતિ સમક્ષ પરિણામ માટે મુકાયો. આજે મળેલી નિષ્‍ણાતોની કમિટીએ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ લેંગ્‍વેજ ટીચિંગ બી.એડ્‍. કોલેજ રાજકોટને B++ ગ્રેડ આપ્‍યો હતો. સંસ્‍થાને ૪ માંથી ૨.૮૬ માર્ક મળ્‍યા છે. નિષ્‍ણાતોની કમિટીએ મૂલ્‍યાંકન કરતા નોંધ્‍યું હતું કે કોલેજનું નેતળત્‍વ પ્રોફેશનલી નિષ્‍ણાત આયાર્ય દ્રારા પૂરું પાડવામાં આવે છે. સંયાલક મંડળ એટલે કે સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કૂલ ટ્રસ્‍ટ ગુણવત્તા યુક્‍ત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. નિષ્‍ણાતોએ કૉલેજને ૅપ્રીમિયર કોલેજ ગણાવી હતી. સંસ્‍થામાં અપાતાં ટેકનોલોજી બેઇઝડ વ્‍યવસ્‍થાના વખાણ કર્યા હતા.

માત્ર પાંચ વર્ષના સમયમાં ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ લેંગ્‍વેજ ટીચિંગ ગુણવતા યુક્‍ત શિક્ષણ આપતી સૌરાષ્‍ટ્રની એક માત્ર અંગ્રેજી શિક્ષક તૈયાર કરતી NAAC એકિડીટેટેડ સંસ્‍થા બની છે. સંસ્‍થામાં આચાર્ય તરીકે ડો. નિદત્ત બારોટ, અધ્‍યાપક તરીકે ડો. નેહલ શિંગાળા, દીપિકા પટેલ, જ્‍યોતિ તડવી, ડો. સ્‍મિતા ગઢવી, ડો. હિંમાંશુ આચાર્ય, ડો. તરન્નુમ બુખારી અને ડો. દક્ષા ડાંગર કાર્યરત છે. વહિવટી કર્મચારીમાં ઝંખના આશર છે જ્‍યારે સમગ્ર કોલેજને ટ્રસ્‍ટ વતી ડો ભદ્રાયુ વછરાજાની, શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી અને કોંગ્રેસના અગ્રણી હરદેવસિંહ જાડેજા નેતળત્‍વ પૂરું પાડી રહ્યા છે.

(4:01 PM IST)