<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

અગાઉની માથાકુટના સમાધાનની વીડીયો વાયરલ કરવા મામલે ધમાલઃ પાંચ ઘવાયા

રાજકોટના હામાપર ગામે બનાવઃ શીવાભાઇ સોલંકી, હકુબેન સોલંકી સહિતને રાજકોટ સારવારમાં ખસેડાયા

રાજકોટઃ કુવાડવા તાબેના હામાપર ગામે બે પરિવારો વચ્ચે અગાઉના મનદુઃખના સમાધાનની વાતચીત વખતે કોઇએ વિડીયો ઉતારી લઇ બાદમાં વાયરલ કરી દેતાં બંને પક્ષ વચ્ચે ધારીયા, ધોકા, પાઇપથી મારામારી થતાં પાંચને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. હામાપર રહેતાં શીવાભાઇ મનજીભાઇ સોલંકી (ઉ.વ.૬૫), તેના પુત્રો વસંતભાઇ સોલંકી (ઉ.વ.૩૫) અને પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૩૨) સવારે ઘરે હતાં ત્યારે બટુક, અશ્વીન, રવિ સહિતે હુમલો કરી ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ સામા પક્ષના હકુબેન બટુકભાઇ સોલંકી (ઉ.વ.૫૦) અને અશ્વીન બટુકભાઇ સોલંકી (ઉ.વ.૩૨) પણ પોતાના પર શીવાભાઇ, વસંતભાઇ, પ્રવિણભાઇ સહિતે હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ સહિતે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. શિવાભાઇ અને પંચાસર ગામે રહેતી તેની કુટુંબી ભત્રીજી લાડુબેન વચ્ચે અગાઉ માથાકુટ થઇ હોઇ તેનું સમાધાન કરવા ગત રાતે બંને પક્ષના લોકો ભેગા થયા હતાં. જેનું કોઇએ વિડીયો શુટીંગ ઉતારી તેમના ગ્રુપમાં વાયરલ કરી દીધુ હતુ. આ બાબતે આજે ફરી માથાકુટ થયા બાદ એક બીજા પર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:19 PM IST)