News of Tuesday, 18th June 2024
એસટી બસ પોર્ટ પાસે રિક્ષાચાલક સલીમને જાકીરે સુયાના ઘા ઝીંકયા
ગંભીર ઇજા થતાં સારવાર હેઠળઃ યુવાન બેભાન હોઇ કારણ અકળ

રાજકોટ તા. ૧૮: શહેરના એસટી બસ પોર્ટ પાસે રિક્ષાચાલક પર એક શખ્સે સુયાથી હુમલો કરી આડેધડ ચાર પાંચ ઘા છાતી, પગના ભાગે ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતો સલીમભાઇ આદમભાઇ જુણાચ (ઉ.વ.૩૦) નામનો રિક્ષાચાલક યુવાન સવારે એસટી બસ પોર્ટ પાસે હતો ત્યારે જાકીર નામના શખ્સે ઝઘડો કરી પાઇપથી હુમલો કરી ઘા ફટકારી બાદમાં બરફના સુયાથી હુમલો કરી છાતી, પગમાં ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો. લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયો હતો. સલીમભાઇ જાતે રિક્ષા હંકારી લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચતા દાખલ કરાયેલ.ં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ, ભાવેશભાઇ સહિતે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
પોલીસ મથકના કુલદીપભાઇ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતાં. પણ યુવાન બેભાન હોઇ નિવેદન લઇ શકાયું નહોતું. સલીમભાઇ બે ભાઇમાં નાનો છે. તેના પર હુમલો શા માટે થયો તે અંગે પરિવારજનો જાણતા નથી.
(3:20 PM IST)










