<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ઝાડા-ઉલ્ટી-શરદી-ઉધરસ-તાવના કેસ યથાવતઃ ૧૪૦૦ દર્દીઓ

ડેન્ગ્યુના ૧ દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયોઃ ૬૩ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી

 

રાજકોટ તા. ૧૮ :. શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્ય રોગચાળાનો વધારો થતો જોવા મળે છે. કેમ કે, ઘણા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે.  છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, ટાઇફોડ તાવ સહિત ૧૩૯૮ થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૦ જુન થી ૧૬ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાનો ૧ કેસ

છેલ્લા સપ્તાહમાં  ડેન્ગ્યુના એક જયારે સીઝનનાં મેલેરીયાના ૮, ડેન્ગ્યુના ૧૮ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૩૯૮થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૬૧ તેમજ સામાન્ય તાવના ૪૪૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૮૮ સહિત કુલ ૧૩૯૮થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્છર ઉત્પતિ સબબ ૮૧૧ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૬૩૧૩૬  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૪૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૮૦થી વધુ સ્થળોએ  મચ્છર ઉત્પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૮૧૧ લોકોને નોટીસ પાઠવી હતી.

(3:20 PM IST)