News of Tuesday, 18th June 2024
કૃષ્ણ ભગવાન વિરૂધ્ધ આપત્તિજનક લખાણ સંદર્ભે મહારાજ ફિલ્મ-પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી
વૈષ્ણવો દ્વારા સૂત્રોચ્ચારઃ સનાતન ધર્મનો જય હો ના નારા સાથે કચેરી ગજવી...: શહેરના વૈષ્ણવ સમાજ દ્વારા કલેકટરને આવેદનઃ વિસ્તૃત રજૂઆતો...

મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે રાજકોટના વૈષ્ણવ સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે દેખાવો યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૮: શહેરના સમસ્ત વૈષ્ણવ સમાજે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવી સનાતન હિંદૂના દેવતા ભગવાન શ્રી કૃષ્ણ બાબતે આપતિજનક કંટેટ મુકત પુસ્તક અને ફિલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે સૌરભ શાહ દ્વારા લખાયેલ પુસ્તક મહારાજમાં ભગવાન કૃષ્ણ અંગે આપતિજનક વાતો લખાઇ છે. આ વૈષ્ણવ સમાજ માટે હૃદયદ્વાવક ઘટના છે, આ પુસ્તક પર આધારિત ફિલ્મ મહારાજ નેટફિલકસ ઉપર રિલીઝ થવા જઇ રહી છે, જેના સામે આ આવેદન મારફત ફિલ્મ રિલીઝ ન થાય તે અંગે પ્રતિબંધ મૂકવા માંગણી છે.
(3:23 PM IST)










