News of Tuesday, 18th June 2024
પૂ. રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચંપારણ્ય ખાતે યાત્રા અને મનોરથ

રાજકોટઃ પૂ. શ્રી રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી નવેમ્બર-ર૦ર૪માં ચંપારણ્ય ખાતે ધાર્મિક યાત્રા તેમજ ચાર મનોરથનું આયોજન થયું છે.
આ ધાર્મિક યાત્રા તેમજ મનોરથમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ પ્રોજેકટ ચેરમેન રમેશભાઇ પાંઉ મો. ૯૯રપર ર૦રપરનો સંપર્ક કરવો.
રાયપુરથી આશરે ૪પ કિ.મી. દુર ચંપારણ્યની આ પવિત્ર ભુમિ પર શ્રીમદ્દ વલ્લભાચાર્યનું પ્રાકટય સવંત ૧પ૩પ માં ચૈત્ર વદ અગીયારસના દિવસે થયું. પુષ્ટી માર્ગીય વૈષ્ણવોનું આસ્થા કેન્દ્ર શ્રી ચંપારણ્ય ધામમાં શ્રી પ્રાકટય બેઠકજી સૌથી પ્રથમ અને ઐતિહાસીક સ્થાન ગણાય છે. પ્રાકૃતિક સૌંદર્ય અને વિરાટ વનરાજી વચ્ચે શ્રી વલ્લભાચાર્યજી પ્રાકટય સૌંદર્ય અને વિરાટ વનરાજી વચ્ચે શ્રી વલ્લભાચાર્યજી પ્રાકટય બેઠક પાંચ એકરમાં પથરાયેલ છે.
આ ધાર્મિક યાત્રા માટે રાજકોટથી શનિવાર તા. ૧૬-૧૧-ર૦ર૪ના રોજ ટ્રેન નંબર રર૯૩૯-ઓખા-બીલાસપુર દ્વારા રાયપુર જવાનું રહેશે. રાયપુર રેલ્વે સ્ટેશનથી ચંપારણ્ય પહોંચવાનું છે. વળતા તા. ર૩-૧૧-ર૦ર૪ શનિવારના રોજ ટ્રેન નં. ૧ર૯૦૬ શાલીમાર-પોરબંદર ટ્રેન દ્વારા રાયપુરથી રાજકોટ પરત આવવાનું છે.
ચંપારણ્ય ખાતે કુલ ૪ મનોરથ (૧) નિકુંજ છાક બગીચા મનોરથ (ર) આખા દિવસની સેવા-નંદ મહોત્સવ સાથે (૩) શ્રી ધ્વજાજી આરોહણઅરાજભોગ પછી (૪) ગૌ-શાળામાં લાપસી ખવરાવવાનો મનોરથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા તમામ વૈષ્ણવને ગૌ-વર્ધનનાથ હવેલી ગૌ-શાળા, રાજીસ, ત્રીવેણી ઘાટ, વિષ્ણુ મંદિર, બડે હનુમાન, લક્ષ્મણ ઝુલા, મહાદેવ મંદિર વગેરે જગ્યાએ પણ દર્શનનો લાભ મળશે. ચંપારણ્ય ખાતે ચાર કીલોમીટરની પરીક્રમા જેમાં સર્વોત્તમવન, અગ્નીકુંડ દર્શન, વૃક્ષ વનરાજી દર્શનનો લાભ મળશે. આ પરીક્રમા ચાલીને અથવા રીક્ષામાં કરી શકાશે.
આ ધાર્મિક પ્રવાસના આયોજન માટે ટ્રસ્ટના ચેરમેન શ્રી અજયભાઇ સંઘાણી (મો. ૯૬૦૧ર ૭પ૭૭૩), ઉપરાંત ટ્રસ્ટના ટરસ્ટી શ્રી રમેશભાઇ પાંઉ (મો. ૯૯રપર ર૦રપર), શ્રી જયેન્દ્રભાઇ બદીયાણી (મો. ૯૪ર૭પ ૬૧૪૩૩), શ્રી કીરીટભાઇ કુંડલીયા (મો. ૯૮૭૯પ ૭૧૮૩૦) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:26 PM IST)










