<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

આનંદનગરના કવાટર ધારકો મનપાએ ઉમટયા : ૩ માસની મુદત આપવા રજુઆત

રાજકોટ : આનંદનગર ૧૪૪ એસ.આઇ.ટી. ફલેટ ઓનર્સ એસોસિએશન આનંદનગર હુડકો ૩૦૭ ફલેટ ઓનર્સ એસોસિએશન, આનંદ નગર ૧૪૪ એફ ફલેટ એસોસિએશનમાં રહેતા રહેવાસીઓને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આપવામાં આવેલ નોટીસ અન્‍વયેની રજુઆત કરવામાં આવી હતી.  આ આવેદનપત્રની બાબતમાં જણાવેલ જે તે એસોસિએશન ફલેટ હોલ્‍ડર્સના અમુક ફલેટસ અંશતઃ રીપેરીંગ કરવા જેવા હોવાથી જે તે ફલેટ હોલ્‍ડર તે રીપેરીંગ કરવા માટે સહમત છે. જે માટે અમોને ૩ મહિનાની સમય મર્યાદા આપવા તથા તે સમય દરમિયાન એમએમસી પીજીવીસીએલ તેમજ અન્‍ય સરકારી તંત્ર મારફત નળ કનેકશન, વિજ કનેકશન કે અન્‍ય જોડાણો કાપવા અંગે કોઇ કાર્યવાહી ન કરવા પણ રજૂઆતમાં જણાવાયું હતું. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:26 PM IST)